ઇન્ટરનેશનલસ્પોર્ટસ

મેસીએ ગોલ કર્યા પછી પુત્રોને આપેલું કયું વચન પાળ્યું?

ફોર્ટ લોઉડરડેલ (અમેરિકા): આર્જેન્ટિનાનો અને ઇન્ટર માયામી ટીમનો સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસી સામાન્ય રીતે ગોલ કર્યા પછી આક્રમક મિજાજમાં અને આનંદના અતિરેકમાં સેલિબ્રેશન કરતો હોય છે, પરંતુ શનિવારે મેજર લીગ સૉકર (એમએલએસ) સ્પર્ધામાં શાર્લોટ સામેની મૅચમાં માયામીને પરાજયથી બચાવતો ગોલ કરીને તેણે આશ્ર્ચર્યકારક પ્રતિક્રિયા બતાવી હતી. માયામીએ શાર્લોટ સામેની મૅચ 1-1થી ડ્રૉ કરાવીને પૉઇન્ટ્સ ટેબલમાં પોતાનું મોખરાનું સ્થાન જાળવી રાખ્યું હતું.

https://twitter.com/i/status/1840197276377010495

મેસીએ ગોલ કર્યા પછી સ્ટૅન્ડ તરફ જોયું હતું. એ સ્ટૅન્ડમાં તેના ત્રણ પુત્રો બેઠા હતા. મેસીએ તેમની સામે જોઈને બન્ને હાથની હથેળી નીચેની તરફ રાખી હતી અને બન્ને પગ પર થોડો ઊંચો થયો હતો અને પુત્રો સામે જોઈને હસ્યો હતો.

મેસીએ માર્વેલના આયર્ન મૅનની ઍક્ટિંગ કરી હતી. માર્વેલ કૉમિક્સ દ્વારા પ્રકાશિત અમેરિકન કૉમિક બુક્સમાં આયર્ન મૅન સુપરહીરોના પાત્રમાં છે.

મેસીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘મારા ત્રણ પુત્રોનું હજી વેકેશન ચાલે છે. તેમની સ્કૂલ હજી શરૂ નથી થઈ. અમે દરેક રાત્રે માર્વેલની સુપરહીરો સિરીઝની ફિલ્મો જોઈએ છીએ. મારા દીકરાઓએ મને કહ્યું છે કે હું જ્યારે પણ ગોલ કરું ત્યારે મારે માર્વેલ સુપરહીરોની ઍક્શનમાં સેલિબ્રેશન કરવાનું. હું તેમનું કહ્યું કરીને તેમને ખુશ કરું છું.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button