મનોરંજન

56 વર્ષેય આ અભિનેત્રીની બોલ્ડ તસવીરોએ ચાહકોને બનાવી દીધા દિવાના…

મુંબઈ: શ્વેતા તિવારી હોય કે પછી અદિતી ગોવિત્રિકર આ બધી જ અભિનેત્રીઓ ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં દાયકાઓ વીતાવી ચુકી છે, પરંતુ આજની તારીખમાં પણ તમે તેમને જુઓ તો તે કોઇ પણ યુવા હિરોઇનને ટક્કર આપે તેટલી જ સુંદર દેખાતી હોય છે. ઉલટાનું અમુક અભિનેત્રીઓ જે રીતે વાઇન જૂની થાય એટલી જ કિંમતી થતી જાય છે એ રીતે ઉંમરની સાથે વધુને વધુ ખૂબસૂરત દેખાતી જતી હોય તેવું લાગે છે.

આ અભિનેત્રીઓમાં દિપ્તી ભટનાગરના નામનો પણ સમાવેશ અચૂક થાય જ. દિપ્તી હાલ 56 વર્ષની છે, પરંતુ તેનો જાદુ તે નવી નવી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આવી તેટલો જ છે. ટેલિવિઝન જગતથી નામના મેળવનારી દિપ્તી ભટનાગરને ‘મેરા લોન્ગ ગવાચા’ ગીત માટે અત્યારે પણ યાદ કરવામાં આવે છે.

જોકે, તમે હાલની દિપ્તીની તસવીરો જોશો તો તમને એ જ ‘લોન્ગ ગવાચા’ ગર્લ દેખાતી હોય એવું જ લાગશે જે વર્ષો પહેલા તમે જોઇ હતી. મૂળ મેરઠની દિપ્તી કરિઅર બનાવવા માટે મુંબઈ આવી અને તેણે પોતાની એક આગવી ઓળખ બનાવી પણ ખરી. શરૂઆતમાં એડ્સ અને મોડેલિંગ કર્યા બાદ તેનું ‘મેરા લોન્ગ ગવાચા’ ગીત હિટ થયું અને પછી તેને ‘યાત્રા’ શૉ ઓફર થયો અને આ શૉથી તે ઘર ઘરમાં જાણીતી બની ગઇ.

જોકે થોડા જ સમયમાં 57 વર્ષની થનારી દિપ્તી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તમે તેની તસવીરો જોશો તો આજે પણ તે એટલી જ મનમોહક દેખાય છે જેટલી તે પોતાની કરિઅરના શરૂઆતના દિવસોમાં દેખાતી હતી. તેના ફેન્સ પણ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ હોવાથી ઘણા ખુશ છે અને તેની તસવીરોની નીચે કમેન્ટ્સમાં તેની સુંદરતાના વખાણ કરતા હોય છે. તમે પણ જુઓ દિપ્તીની આ તસવીરો, તમને શું લાગે છે? શું તે ખરેખર તમને આજે પણ એટલીજ સુંદર દેખાય છે.

યાત્રા ટીવી શો સિવાય દીપ્તિએ મુસાફિર હુ યારો શોમાં જોવા મળી હતી, જે લોકપ્રિય બની હતી. ખાસ કરીને દીપ્તિ ભટનાગરે ડાયરેક્ટર રણદીપ આર્યા સાથે લગ્ન કર્યાં હતા. આજે બંનેને બે બાળકો છે. આજે પણ ફિલ્મી દુનિયા અને એક્ટિંગ દૂર હોવા છતાં 56 વર્ષે પણ તેની વાઈરલ થયેલી તસવીરોએ લોકોને દિવાના બનાવી દીધા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button