મનોરંજન

IIFA: ‘એનિમલ’ના ગીત પર ડાન્સ કરીને બોબી દેઓલ અબુ ધાબીમાં છવાયો, વીડિયો વાઈરલ

અબુ ધાબીઃ આઈફા ૨૦૨૪ના વિજેતાઓની યાદી આવી ગઈ છે, જેમાં કિંગ ખાન અને રાની મુખરજીને શ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે બોબી દેઓલે એનિમલ (Animal)માં નેગેટિવ રોલ માટે એવોર્ડ જીત્યો છે. આ એવોર્ડ આપવા માટે સ્ટેજ પર બોલાવવામાં આવ્યો ત્યારે તે અબરારની સ્ટાઈલમાં જાણીતા ગીત જમાલ કુડુ પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાઈરલ વીડિયોમાં બોબી દેઓલ એવોર્ડ લેવા જઈ રહ્યો હતો, ત્યારે ‘એનિમલ’ ડિરેક્ટર સંદીપ વાંગા રેડ્ડી તેના માથા પર ગ્લાસ મૂકે છે અને તેને જમાલ કુડુ પર ડાન્સ કરવાનું કહે છે. એના પછી બોબી દેઓલ પોતે અબરારની શૈલીમાં ડાન્સ કર્યો હતો. ફેન્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ સેક્શનમાં રિએક્શન આપી રહ્યા છે.

આ પહેલા ઈન્ટરવ્યૂમાં બોબી દેઓલે તેના એન્ટ્રી સીન વિશે જણાવ્યું હતું કે કેવી રીતે તેને ડાન્સ કરતી વખતે ગ્લાસનો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો. તેણે કહ્યું, “આ એક પાગલપન છે. લોકો તેમના ડોગીના માથા પર ગ્લાસ મૂકીને નાચ્યો છે. કોઈએ મારા જેવો જ સૂટ પહેર્યો હતો. આ બધું જોવાનું રોમાંચક હતું. અગાઉ મને સંદીપ રેડ્ડી વાંગાએ મ્યુઝિક સંભળાવ્યું હતું. વાસ્તવમાં તેમને ગીતોની ખૂબ સારી સમજ છે.

અલબત્ત, તેની ફિલ્મ મેકિંગની દરેક બાબતની સારી સમજ છે. તેણે ક્યાંકથી ગીત શોધ્યું અને મને કહ્યું કે હું તારી એન્ટ્રીમાં વગાડીશ. અમે શૂટિંગ શરૂ કર્યું ત્યારે કોરિયોગ્રાફરે કહ્યું કે તમે કરો હું વિચારી રહ્યો હતો, ‘હું શું કરીશ?’ હું નાચવા લાગ્યો અને તેણે મને કહ્યું, ‘ના, ના. બોબી દેઓલની જેમ ન કરો. પછી મેં મારા ભાઈની ભૂમિકા ભજવી રહેલા સૌરભને કહ્યું, ‘શું તમે કરી શકશો? તમે આ કેવી રીતે કરશો?”

આ પણ વાંચો : જ્યારે બોબી દેઓલની પત્નીએ કરીના કપૂરને મારી દીધી થપ્પડ…..

બોબીએ જમાલ કુડુ ડાન્સ પાછળની પ્રેરણા અંગે જણાવ્યું હતું કે અચાનક મને તે સમય યાદ આવ્યો જ્યારે હું નાનો હતો અને અમે પંજાબ જતા હતા, મને યાદ છે કે અમે કેવી રીતે નશામાં ધૂત હોઈએ ત્યારે અમારા માથા પર ગ્લાસ રાખતા હતા. અમે આ કેમ કરતા તે મને ક્યારેય સમજાયું નહીં. આ વાત અચાનક મારા મગજમાં આવી અને મેં પણ એમ જ કર્યું. સંદીપને તે ગમ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button