નેશનલ

ભારતે કેનેડાને 41 ડિપ્લોમેટને પાછા બોલાવવા કહ્યું

નવી દિલ્હી: ભારતે કેનેડાને તેના 41 રાજદ્વારીઓને 10 ઓક્ટોબર સુધીમાં અહીંથી પાછા બોલાવવા કહ્યું હોવાનો રિપોર્ટ ફાઇનાન્સિયલ ટાઇમ્સ અખબારે મંગળવારે છાપ્યો હતો. ભારતે કેનેડાને ભારતમાં તેની રાજદ્વારી હાજરી ઘટાડવા માટે કહ્યું તેના 12 દિવસ પછી આવેલા અહેવાલ પર ભારત કે કેનેડાએ કોઇ પ્રતિક્રિયા આપી નથી.

કેનેડાના ભારતમાં 62 રાજદ્વારીઓ છે અને નવી દિલ્હીએ કહ્યું છે કે આ સંખ્યા 41 સુધી ઘટાડવી જોઈએ, એમ અહેવાલમાં જણાવાયું છે. જૂનમાં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજજરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીના કેનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપોને પગલે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ગંભીર તણાવમાં આવ્યા છે. ભારતે આરોપોને વાહિયાત અને પ્રેરિત ગણાવીને નકારી કાઢ્યા હતા અને આ કેસમાં એક ભારતીય અધિકારીને ઓટ્ટાવા દ્વારા હાંકી કાઢવાના પગલાનાં જવાબમાં ભારતે એક વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button