વિજ્ઞાન અને ટેકનોલોજીસ્પેશિયલ ફિચર્સ

માત્ર 345 રૂપિયામાં જ બે મહિના માટે મળશે ડેઇલી 1 GB ડેટા, ફ્રી કોલિંગની સુવિધા!

આજે એકતરફ તમામ ટેલિકોમ કંપનીના રિચાર્જમાં વધારો થઈ રહ્યો છે ત્યારે BSNLએ નવો રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. બીજી ટેલિકોમ કંપનીમાં જ્યારે રિચાર્જના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે આ એક સસ્તું રિચાર્જ પ્લાન છે, બીએસેનએલની આ જાહેરાત બાદ Jio અને Airtel ઊંઘ ઉડી ચૂકી છે. હકીકતે Jio અને Airtel 345 રૂપિયામાં 30 દિવસ માટે 1 GB ડેટા આપે છે. પરંતુ BSNL 345 રૂપિયામાં 60 દિવસ માટે 1 GB ડેટા ઓફર કરી રહી છે. BSNLનો નવો પ્લાન Jio, Airtel અને VI જેવી ખાનગી ટેલિકોમ કંપનીઓની ચિંતામાં વધારો કરી શકે છે. કારણ કે તેમની પાસે હાલમાં આવો કોઇ સસ્તો રિચાર્જ પ્લાન ઉપલબ્ધ નથી.

આ પણ વાંચો: BSNLએ ગ્રાહકોને આપી મોટી રાહત, મોંઘા રિચાર્જથી મળશે છૂટકારો

BSNLનો નવો રિચાર્જ પ્લાન એવા સમયે રજૂ કરવામાં આવ્યો છે જ્યારે Jio, Airtel અને Vi જેવા મોટા ટેલિકોમ ઓપરેટરોએ તાજેતરમાં મોબાઈલ ટેરિફની કિંમતમાં સરેરાશ 15 ટકાનો વધારો ઝીંકયો છે. BSNLનો નવો રિચાર્જ પ્લાન 400 રૂપિયાથી ઓછી કિંમતે આવે છે. તે લાંબી વેલીડીટી, મફત કૉલિંગ, ડેટા અને મેસેજિંગ સુવિધાઓ મળે છે.

BSNLના આ રિચાર્જ પ્લાનની કિંમત 345 રૂપિયા છે. આ રિચાર્જ પ્લાન 60 દિવસની લાંબી વેલિડિટી સાથે આવે છે અને આ પ્લાનમાં ફ્રી કોલિંગની સુવિધા ઉપલબ્ધ છે. તેમજ દરરોજ 100 ફ્રી SMSની સુવિધા પણ મળવાની છે. ઉપરાંત, વપરાશકર્તાઓ દરરોજ 1GB ઇન્ટરનેટ ડેટાનો પણ આનંદ લઈ શકે છે. આ પ્લાનમાં 40Kbpsની સ્પીડ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: શું તમને પણ મળ્યો છે આ મેસેજ! ‘TRAI આપી રહ્યું છે 3 મહિનાનું ફ્રી રિચાર્જ…’, સાવચેત રહેજો, નહીં તો….

Jio, Airtel અને Vodafone-Ideaના રિચાર્જમાં થયેલો ભાવવધારો BSNLને ફળ્યો છે. BSNLને જુલાઈ 2024 માં 29.4 લાખ નવા યુઝર્સ મળ્યા છે. આ ઉપરાંત Jio, Airtel અને Viના ગ્રાહકોમાં પણ ઘટાડો થયો છે. જુલાઈથી અત્યાર સુધીમાં Jioએ 7,50,000 યુઝર્સ, એરટેલે 16.9 લાખ યુઝર્સ જ્યારે Viએ 14.1 લાખ ગુમાવ્યા છે. BSNL તેના નેટવર્કને સતત અપડેટ કરી રહ્યું છે. આ ઉપરાંત, 4G અને 5G નેટવર્કને રોલઆઉટ કરવાની દિશામાં પણ પ્રગતિ થઈ રહી છે.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ