આપણું ગુજરાતવડોદરા

અંબાલાલે કર્યો હતો ઉલ્લેખ – વડોદરા છે, ખાબકે નહીં તો જ નવાઈ : પાંચ કલાકના વરસાદથી વધ્યું વિશ્વામિત્રીનું જળ સ્તર…

ગુજરાતમાં ગરબા પહેલા છવાયેલો આકાશી ગોરમ્ભો રાજ્યના નાગરિકોને નવલા નોરતાના થનગનાટને રીતસર ગળે ટૂંપો આપી રહ્યો હોય તેવું વાતાવરણ સર્જાયું છે. ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભલે સ-હર્ષ જાહેરાત કરતાં કહ્યું કે સવારે પાંચ વાગ્યા સુધી ગરબા મેદાનમાં લડી લેજો. પણ વાદળો અને વરસાદને થોડી કોઈ કાયદાકીય પરિભાષા છે કે,બંધાઈ જાય ? ગુજરાતનાં જાણીતા હવામાન તજજ્ઞ અને કૃષિકાર અંબાલાલ પટેલે તો આખું શિયાળુ કેલેન્ડર આપી દઈ ,કયાઁ સુધી વરસાદ અને ક્યારે તીવ્ર ઠંડી પડશે તેવો વરતારો કરી જ દીધો છે ત્યારે હવે રાજ્યના હવામાન વિભાગે કહ્યું છે કે અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, અને તાપીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો :Vadodara માં સાત ફુટના  મહાકાય મગરનું ભારે જહેમત બાદ  રેસ્ક્યૂ કરાયું

મધ્ય ગુજરાતનાં આણંદ, ખેડા, વડોદરા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી છે.સાથોસાથ દક્ષિણ ગુજરાતનાં ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો અલર્ટ જાહેર કરાયો છે.

વડોદરામાં ચાર દિવસના વરસાદી વાતાવરણ વચ્ચે વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજને જળ સપાટીમાં સતત વધારો નોંધાયો. તો આજવા સરોવરમાં પુષ્કળ પાણીની આવક થઈ છે. દિવસ દરમિયાન વડોદરા વાસીઓ ફરી ચિંતાતૂર બન્યા છે. સતત પાંચ કલાકથી વરસાદ પડી રહ્યો હોવાથી ફરી પૂરનું સંકટ ઉભું થવાની શક્યતાને નકારી શકાતી નથી .

વરસાદના પગલે વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજનું જળ સપાટીમાં પણ વધારો નોંધાયો છે. હાલમાં વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજની જળ સપાટી 20.53 ફૂટે પહોંચી છે. જો હજુ સપાટી વધે તો નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવાશે.

સવારથી જ સાંબેલાધાર

વડોદરામાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો મંડરાયેલા હતા અને હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં હાલમાં પાણી ભરવાની સમસ્યા સામે આવી રહી છે. બીજી તરફ આજવા સરોવરના દરવાજા હાલ બંધ છે.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ