આપણું ગુજરાત

ગોધરામાં કારમાં ગૌ તસ્કરી: ગૌતસ્કરોએ ગૌવંશને ક્રૂરતાપૂર્વક કારમાં ભરી- CCTV વાયરલ

ગોધરા: આજથી મહિના દિવસ પૂર્વેનો ગૌ તસ્કરોનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે ગાયના તસ્કરોએ ગાયને લઈ જવા માટે કોઈ ટ્રક કે ટ્રેક્ટર-ટ્રોલીનો ઉપયોગ ન હતો કર્યો પરંતુ ઉલટાનું ગાયને XUV કારમાં ભરીને લઈ જવામાં આવી હતી. આખી ઘટનાનો વિડોયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. વિડીયો સામે આવતા ગૌપ્રેમીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ વિડીયો ગોધરાના બામરોલી રોડ વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં એક ગાયને કારમા લઇ જવાનો ગૌ તસ્કરીનો વીડિયો સીસીટીવીમાં કેદ થયો હતો. એક કારમાં ત્રણ લોકો સવાર થઈને આવ્યા હતા અને જેમાંથી બે લોકો કારમાંથી નીચે ઉતરીને ગાયને ક્રૂરતાપૂર્વક ધક્કા મારી રહ્યો હોવાનું દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે. ગાયને કારમાં પુરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર બનાવનો વિડીયો સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.

આ પણ વાંચો : દેશના વિકાસ રોલ મોડેલ ગુજરાતમાં MSME કરોડરજજુ સમાન : વડોદરામાં CM પટેલ

સીસીટીવી વીડિયોમાં જોઈ શકાય છે કે એક ગાય સોસાયટીના રસ્તાની એકબાજુ બેઠી છે. જો કે તે ગાય રેઢિયાળ ગાય હોવું તેવું જણાઈ રહ્યું છે. ત્યારબાદ સોસાયટીના રસ્તા પર એક કાળા રંગની કાર આવે છે અને તેમાંથી કેટલાક લોકો નીચે ઉતરે છે. જેમાનો એક માણસ ધીમે ધીમે ગાય તરફ આગળ વધીને ગાયના શિંગડાને જોરથી પકડી લે છે અને ત્યારબાદ તેના અન્ય બે સાથીઓ દોડીને ગાય પાસે પહોંચી ગયા હતા. જો કે તમામ લોકોએ પોતાના મોઢાને છુપાવી રાખ્યું છે.

વાહન હંકારનારો શખ્સ ઝડપથી ગાડી ચલાવીને યુ-ટર્ન લે છે. જો કે આ દરમિયાન કેમેરામાં નંબર પ્લેટ ક્યાંય દેખાતી નથી. તસ્કરોએ ગાડીની અને તે લોકોની ઓળખ છુપાવવા માટે જ નંબર પ્લેટ નહોતી રાખી. ત્રણ તસ્કરોએ મળીને ગાયને પાછળની જગ્યાએ ઘુસાડવા પ્રયત્નો કર્યા હતા. આથી પાછળની બાજુ કારમાં સીટ હતી જ નહિ અને ત્યાં જ ગાયને અંદર ઘૂસાડીને કાર લઈને નાસી છૂટે છે.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ