આમચી મુંબઈમહારાષ્ટ્ર

વર્લ્ડ હાર્ટ ડેના દિવસે જ દુઃખદ સમાચાર…. બાથરૂમમાં આવ્યો કાર્ડિયાક અરેસ્ટ અને થયું મોત…

આજે દુનિયાભરમાં વિશ્વ હાર્ટ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આપણા હાર્ટની સ્વસ્થતા અંગે જાગૃતિ લાવવા વિશ્વ હાર્ટ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એવામાં આજે મહારાષ્ટ્રના નાગપુર ખાતેથી એક દુઃખદ સમાચાર જાણવા મળ્યા છે. અહીંની એક જાણીતી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કંપનીના 40 વર્ષના કર્મચારીનું ઑફિસના ટોયલેટમાં હૃદયરોગના હુમલો આવવાથી મોત નીપજ્યું હતું. આ ઘટના શુક્રવારે બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ HCL ટેક્નોલોજીના સિનિયર એનાલિસ્ટ નીતિન એડવિન માઈકલ તરીકે થઈ છે. સોનેગાંવ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે શુક્રવારે સાંજે લગભગ 7 વાગે મિહાન વિસ્તારમાં કંપનીની ઓફિસના ટોયલેટમાં પ્રવેશ્યા બાદ આ કર્મચારી બેહોશ થઈ ગયો હતો. ત્યાર બાદ સાથીદારો તેને નાગપુરના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. સોનેગાંવ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શરૂઆતી પોસ્ટમોર્ટમના રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે આ વ્યક્તિનું મોત હૃદય બંધ પડી જવાથી થયું છે. હાલમાં પોલીસ તેના મોતની આસપાસની પરિસ્થિતિની તપાસ કરી રહી છે.

પોલીસે જણાવ્યું હતું કે, માઇકલના પરિવારમાં તેની પત્ની અને છ વર્ષનો દીકરો છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષથી હાર્ટ એટેકના કિસ્સા ઘણા જ વધી ગયા છે. રોજેરોજ આવા કિસ્સા જાણવા મળે છે અને હવે તો નાના પાંચ, સાત વર્ષના બાળકોને પણ હાર્ટ એટેક આવ્યો હોવાના કિસ્સા બનવા માંડ્યા છે.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ