નેશનલસ્પેશિયલ ફિચર્સ

આકાશમાં હવે જોવા મળશે એકને બદલે બે ચંદ્ર, જાણો તેનું રહસ્ય

પૃથ્વીને આજે નવો ચંદ્ર મળવાનો છે. આ મિની મૂનને એસ્ટરોઇડ 2024 PT5 નામ આપવામાં આવ્યું છે. તે આજે એટલે કે 29 સપ્ટેમ્બરથી 25 નવેમ્બર સુધી પૃથ્વીની આસપાસ અસ્થાયી રૂપે પરિભ્રમણ કરશે.

મિનિ મૂનના આગમનથી અવકાશ રસિકોમાં રસ વધ્યો છે. જો કે, તેના નાના કદ અને ઓછા તેજને કારણે આપણે તેને નરી આંખે જોઈ શકીશું નહીં. તેને સામાન્ય ટેલિસ્કોપથી પણ જોઈ શકાતો નથી, તેથી તેની ઝલક જોવી માટે તો તમને ખગોળીય ટેલિસ્કોપની જ જરૂર પડશે.

Space.com તરફથી મળેલી માહિતી અનુસાર NASAને 29 સપ્ટેમ્બરે અમેરિકન સમય મુજબ બપોરે 3.54 વાગ્યાથી એસ્ટરોઇડ 2024 PT5ની તસવીરો મળવાનું શરૂ થશે. આ એસ્ટરોઇડ 25 નવેમ્બરની સવારે 11.43 મિનિટ સુધી જ દેખાશે. માત્ર ખગોળશાસ્ત્રીય ટેલિસ્કોપ જ મિની-મૂનનાં ફોટા લઈ શકશે.

હવે તમને વિચાર આવશે કે આ એસ્ટરોઇડ 2024 PT5 શું છે? તો આપણે એના વિશે જાણીએ.
2024 PT5 નામનો આ લઘુગ્રહ આ વર્ષે 7 ઓગસ્ટના રોજ નાસાની નજરમાં આવ્યો હતો. આ એસ્ટરોઇડ અર્જુન એસ્ટરોઇડ બેલ્ટમાંથી આવે છે. તેના પર પૃથ્વી જેવા ખડકો છે. તે લગભગ 33 ફૂટ પહોળો. છે. તેની ઝડપ લગભગ 2,200 mph (3,540 km/h) છે. તે લગભગ બે મહિના સુધી પૃથ્વીની પરિક્રમા કરશે અને તે પછી તે તેના મૂળ ગુરુત્વાકર્ષણ પર પાછો જતો રહેશે.
નોંધનીય છે કે આ પહેલા પણ મિની-મૂન જોવા મળ્યા છે અને ઘણા લોકોનું ધ્યાન ગયું હશે. કેટલાક ફરીથી પૃથ્વીની નજીક પણ આવ્યા છે, જેમાં એસ્ટરોઇડ 2022 NX1નો સમાવેશ થાય છે, જે સૌપ્રથમ 1981 માં મિની-મૂન તરીકે પૃથ્વીની નજીક આવ્યો હતો અને પછી આ ઘટના 2022 માં ફરીથી બની હતી. 2024 PT5 હવે પછી 2055ની સાલમાં પૃથ્વીની ભ્રમણકક્ષામાં પાછો જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button