મનોરંજન

પિંક લહેંગા ચોલી, હેવી નેકલેસ અને દિલકશ અદાઓ… Rekhajiનો આ અવતાર તો નહીં જ જોયો હોય….

આઈફા એવોર્ડ્સ-2024 (IIFA Awards-2024)માં બોલીવૂડ સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો. સેલેબ્સે પોતાની સ્ટાઈલ અને પર્ફોર્મન્સથી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું પણ જો સૌથી વધારે લાઈમલાઈટ કોઈએ લૂંટી હોય તો તે એવરગ્રીન એક્ટ્રેસ રેખા (Rekha) ઉર્ફે ઉમરાવ જાનએ… રેખાએ પણ એવોર્ડ ફંક્શનમાં પોતાની દિલકશ અદાઓ અને ગ્રેસફૂલ પર્ફોર્મન્સથી ફેન્સના દિલો પર છુરિયાં ચલાવી હતી.

સોશિયલ મીડિયા પર રેખાના આ પર્ફોર્મન્સનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં રેખા આજની યંગ અને ડાયનેમિક એક્ટ્રેસને કાંટે કી ટક્કર આપતાં જોવા મળી રહ્યા છે. રેખાએ પિયા તૌસે નૈના લાગે રે પર સુંદર ડાન્સ કર્યો હતો અને તેમના ડાન્સને એકટક લોકોએ જોઈ રહ્યા હતા.



પિંક લહેંગા ચોલીમાં રેખા કોઈ અપ્સરાથી પણ સુંદર લાગી રહ્યા હતા. 69 વર્ષની ઉંમરે પણ એક્ટ્રેસે પોતાના ગ્રેસફૂલ લૂકથી ફેન્સને મદહોશ કરી દીધા હતા. સોશિયલ મીડિયા પર રેખાના આ પર્ફોર્મન્સનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ રિપીટ મોડ પર એક્ટ્રેસનું આ પર્ફોર્મન્સ જોવા માટે મજબૂર થઈ ગયા હતા. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે શું એનર્જી છે, દિલ જિતી લીધું… બીજા યુઝરે લખ્યું હતું કે ખૂબ જ ગ્રેસફૂલ… રેખા હકીકતમાં એક ડીવા છે.

રેખાના પર્ફોર્મન્સની સાથે સાથે જ તેમનો લૂક પણ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એક્ટ્રેસે પિંક લહેંગા ચોલી સાથે હેવી મલ્ટી લેયર નેકલેટ પહેર્યો હતો. માથાપટ્ટી અને નાકમાં નથણી પહેરીને રેખા એકદમ બ્યુટીફૂલ લાગી રહ્યા છે. તમે પણ ના જોયો હોય તો જોઈ લો રેખાનો આ દિલકશ અંદાજ…

Instagram પર આ પોસ્ટ જુઓ

IIFA Awards (@iifa) દ્વારા શેર કરેલ એક પોસ્ટ


આ સિવાય આઈફા એવોર્ડના ગ્રીન કાર્પેટ ઈવેન્ટનો પણ રેખાજીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ફેન રેખાજીને ગુલાબ આપવા માંગે છે અને રેખાજી ખૂબ જ પ્રેમથી એ ગુલાબ સ્વીકારીને ફેન્સને ગ્રીટ કરતાં જોવા મળે છે. આ સમયે તેમણે ગોલ્ડન કલરની સુંદર સાડી પહેરી હતી અને હર હંમેશની જેમ જ અંબાળોમાં ગજરો અને હાથમાં પોટલી પર્સ સાથે જોવા મળ્યા હતા. રેખાજી હંમેશા જ પોતાના પ્રશંસકો અને ફેન્સને ખૂબ જ પ્રેમથી મળે છે. પેપ્ઝ સાથે પણ તેમનો એક અલગ જ રેપો જોવા મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button