મનોરંજન

કાસ્ટિંગ કાઉચનો આરોપમાં ફસાયા છે આ અભિનેતા, ડિરેક્ટર્સ

આ માત્ર એક ફિલ્મનો સીન નથી, પરંતુ ચમકદાર બોલિવૂડનું પડદા પાછળનું ખતરનાક કાળું સત્ય છે, જેમાં જાણવા મળે છે કે અભિનેત્રી બનવા માટે આવા સમાધાન કરવા પડે છે. એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે બોલિવૂડમાં સ્થાન હાંસલ કર્યું છે, જેમણે પછીથી હિંમત એકઠી કરીને કહ્યું છે કે તેમની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં તેમને કાસ્ટિંગ કાઉચ જેવી ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો અને તેમણે આ વિશે ખુલીને વાત કરી છે. તેમણે દિગ્ગજ ફિલ્મ મેકર્સ અને એકટર્સ પર કાસ્ટિંગ કાઉચના આક્ષેપ કર્યા છે. આ લિસ્ટમાં નાના પાટેકર અને અનુરાગ કશ્યપ, સાજિદ ખાન તેમ જ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી જેવાઓના નામ સામેલ છે.

પીઢ અભિનેતા નાના પાટેકર પર જાતિયસતામણીના આરોપ લાગ્યા છે. અભિનેત્રી તનુશ્રી દત્તાએ જણાવ્યું હતું કે ફિલ્મ ‘હોર્ન ઓકે પ્લીઝ’ના શૂટિંગ દરમિયાન નાનાએ તેને હેરાન કરવાનો પ્રયાસ કર્યો હતો.
બોલિવૂડના બેડ બોય શક્તિ કપૂરનો કિસ્સો તો એકદમ અલગ છે. અભિનેત્રી બનવાની ઇચ્છા ધરાવતી એક પત્રકારે જ્યારે શક્તિ કપૂરનું સ્ટિંગ ઑપરેશન કર્યું ત્યારે શક્તિ કપૂરની વર્તણૂંક ઘણી શરમજનક જોવા મળી હતી. જોકે, આ સ્ટિંગ ઑપરેશન બાદ શક્તિ કપૂરની કારકિર્દી પર પણ પૂર્ણવિરામ લાગી ગયું.

ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા અને અભિનેત્રી નિહારિકા સિંહ નવાઝુદ્દીન સિદ્દીકીને ડેટકરતી હતી. જ્યારે તેણે શારિરીક સંબંધ માટે દબાણ કર્યું તો અભિનેત્રીએતેની સાથે સંબંધતોડી નાખ્યો. ત્યાર બાદ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી નિહારિકા સિંહની બુરાઇ કરવા માંડ્યો હતો.

જાણીતો ટીવી સ્ટાર અમન વર્માને માથે પણ કાસ્ટિંગ કાઉચનું કલંક લાગ્યું હતું અને તેની કારકિર્દી બરબાદ થઇ ગઇ હતી. તેનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં રોલના બદલામાં તેણે શારિરીક સંબંધોની માગ કરતો જોવા મળ્યો હતો.
અભિનેત્રી પાયલ ઘોષે ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો હતો અને પોતાની સલામતી જોખમમાં હોવાનું જણાવી પીએમ મોદીને પત્ર સુદ્ધા લખ્યો હતો.

ફિલ્મ નિર્દેશક સાજિદ ખાન પર તો એક નહીં અનેક અભિનેત્રીઓએ કાસ્ટિંગ કાઉચના આરોપ લગાવ્યા છે. આહના કુમરા અને રશેલે તેની પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો હતો.
તો 90ના દાયકાની જાણીતી અભિનેત્રી મમતા કુલકર્ણીએ ડિરેક્ટર રાજકુમાર સંતોષી પર કાસ્ટિંગ કાઉચના આરોપ લગાવતા જણાવ્યું હતું કે ફિલ્મ ચાઇના ગેટના શૂટિંગ દરમિયાન ડિરેક્ટરે તેની પાસે શારિરીક સંબંધોની માગણી કરી હતી.
આ ઉપરાંત વિદ્યા બાલન, કંગના રનૌત, રાધિકા આપ્ટે, સુરવીન ચાવલા,કલ્કિ કોચલિન, ચિત્રાંગદા સિંહ, ઝરીન ખાન, શર્લિન ચોપરા, પાયલ રોહતગી, સ્વરા ભાસ્કર અને સુચિત્રા ક્રિષ્નમૂર્તિ જેવી અનેક અભિનેત્રીઓએ નામી અનામી ડિરેક્ટરો, એક્ટર્સ સામે કાસ્ટિંગ કાઉચના ગંભીર આરોપ લગાવ્યા છે.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ