નેશનલ

Jammu Kashmir માં મલ્લિકાઅર્જુન ખડગે કહ્યું, હું 83 વર્ષનો છું.. જલ્દી નહિ મરું ….

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં(Jammu Kashmir)1ઓકટોબરના રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાવવાનું છે. ત્યારે જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર પ્રહાર કર્યા. તેમણે એમ પણ કહ્યું કે અમે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે લડીશું.

ખડગેએ બીજું શું કહ્યું?

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ‘અમે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે લડીશું. હું 83 વર્ષનો છું પણ જલ્દી મૃત્યુ પામવાનો નથી. હું પીએમ મોદીને સત્તા પરથી હટાવવામાં સુધી હું જીવતો રહીશ.

પીએમ મોદીએ યુવાનોને કંઈ આપ્યું નથી: ખડગે

ભાજપ પર પ્રહાર કરતા મલ્લિકાઅર્જુન ખડગેએ કહ્યું કે તેઓ ક્યારેય ચૂંટણી કરાવવા માંગતા નથી. જો તે ઇચ્છતા હોય તો તેઓ બે વર્ષમાં તે કરી શક્યા હોત. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેમણે ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી હતી. તેઓ ચોક્કસપણે ચૂંટણી ઇચ્છતા નહોતા. તેઓ લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા રિમોટ-કંટ્રોલ સરકાર ચલાવવા માંગતા હતા. પીએમ મોદીએ છેલ્લા 10 વર્ષમાં ભારતના યુવાનોને કંઈ આપ્યું નથી. શું તમે એવી વ્યક્તિ પર વિશ્વાસ કરી શકો છો જે 10 વર્ષમાં તમારી સમૃદ્ધિ પાછી ન લાવી શકે? જો ભાજપનો કોઈ નેતા તમારી સામે આવે તો તેને પૂછો કે તે સમૃદ્ધિ લાવ્યા કે નહીં.

1 ઓક્ટોબરે ત્રીજા અને છેલ્લા તબક્કાનું મતદાન

જમ્મુ અને કાશ્મીરમાં 1 ઓક્ટોબરે ત્રીજા અને છેલ્લા તબક્કાનું મતદાન યોજાશે. જેના પ્રચાર પડધમ આજે સાંજે પાંચ વાગે સમાપ્ત થશે. જમ્મુ અને કાશ્મીરમાં એક દાયકામાં સૌપ્રથમ વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે થયું હતું. જ્યારે બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બરે સમાપ્ત થયું હતું.જેનું પરિણામ 8 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button