ભારતની ગણતરી દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશમાં કરવામાં આવે છે
એટલું જ નહીં પણ ભારતની સભ્યતા, સંસ્કૃતિ દુનિયાની સૌથી જૂની સંસ્કૃતિ અને સભ્યતામાંથી એક છે
ભારત ભૌગોલિક દ્રષ્ટિએ પણ એટલું સમૃદ્ધ છે એની ચારેબાજુ હિમાલય, બંગાળની ખાડી, અરબી સમુદ્ર અને મહાસાગરથી ઘેરાયેલું છે
પણ શું તમને એ વાત ખબર છે કે ભારતના સૌથી અમીર શહેર કયા છે? ચાલો આજે તમને એ વિશે જણાવીએ
ભારતના સૌથી મોંઘા શહેરમાં ત્રણ શહેરોનું નામ ટોપ પર છે, ચાલો જાણીએ કયા છે આ શહેરો-
આ યાદીમાં સૌથી પહેલાં નામ આવે છે કે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈનું.
મુંબઈ પોતાની નાઈટલાઈફ, પોશ એરિયા, સ્કુલ્સ, મોલ્સ અને હોસ્પિટલને કારણે ખૂબ જ પ્રખ્યાત છે
બીજા નંબરે આવે છે દિલ્હી. દિલ્હીમાં આઈટી હબ, બેંકિંગ, હોસ્પિટલ આવેલા છે, બીજા શબ્દોમાં દિલ્હી અનેક બિઝનેસનું ઉદ્ગમ સ્થાન છે
બજારમાં અનેક નાની મોટી બજાર આવેલી છે અને દિલ્હીનું કનોટ પ્લેસ યુવાનોમાં લોકપ્રિય છે
ત્રીજા નંબરે આવેલું છે કોલકાતા. કોલકાતા દેશનું સૌથી ધનવાન શહેર તો છે જ પણ એની સાથે સાથે તે ઐતિહાસિક શહેર પણ છે
આ શહેર પણ દિલ્હી અને મુંબઈની જેમ જ સ્કુલ, કોલેજ, હોસ્પિટલ, શોપિંગ સેન્ટર માટે ખૂબ જ જાણીતું છે