સારા, રિદ્ધિમા નહીં આ બોલિવૂડ બેબને ડેટ કરી રહ્યો છે શુભમન ગિલ! એક્ટ્રેસે જણાવ્યું કે……
બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે તેની એક્ટિંગની સાથે સાથે તેના અંગત જીવન માટે પણ ચર્ચામાં રહેતી હોય છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે અભિનેત્રીએ આદિત્ય રોય કપૂર સાથે બ્રેકઅપ કરી લીધું છે. અનંત અંબાણીના લગ્ન બાદ તેનું નામ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને મોડલ વોકર બ્લેન્કો સાથે જોડાયું હતું. પરંતુ આ બધા સમાચાર પણ ખોટા સાબિત થયા હતા.
અનન્યા પાંડે હાલમાં તેની ફિલ્મ સીટીઆરએલના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે. અનન્યા કોને ડેટ કરે છે એ આપણે જાણીએ એ પહેલા જાણી લઇને કે અભિનેત્રીના ચાહકો તેને કોઈ અન્ય સાથે જ જોવા માંગે છે. તાજેતરમાં અનન્યા પાંડેના એક પ્રશંસકે જણાવ્યું હતું કે તે અભિનેત્રીને શુભમન ગિલ સાથે જોવા માગે છે, જે બાદ એક્ટ્રેસે તેના અને શુભમન ગિલના સંબંધોને લઈને મોટો ખુલાસો કર્યો હતો.
હાલમાં જ અભિનેત્રીએ પોતાની ડેટિંગ લાઇફ વિશે વાત કરી હતી. અભિનેત્રીને તેના એક પ્રશંસકની ટિપ્પણીનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું હતું, જેમાં લખ્યું હતું કે શું વિરાટ અને અનુષ્કાએ એક એડ દરમિયાન લગ્ન કર્યા હતા. તેવી જ રીતે તેણે અને શુભમન ગિલ પણ સાથે જાહેરાત કરી છે. તો શું ભવિષ્યમાં આપણે તેમને રિલેશનશીપમાં સાથે જોઈશું? તેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું હતું – ‘તેઓ વિરાટ-અનુષ્કા હતા, હું અલગ છું. મારી અને શુભમન વચ્ચે કંઈ નથી. અમે હમણાં જ જાહેરાત શૂટ કરી છે. તે સિવાય બીજું કંઈ નથી.
જો આપણે શુભમન ગિલની વાત કરીએ તો આ કાસાનોવા ક્રિકેટરનું નામ સારા અલી ખાન, સારા તેંડુલકર અને રિદ્ધિમા પંડિત સાથે જોડાઇ ચૂક્યું છે. જોકે, તેણે ખુલાસો કર્યો છે કે તે આ ત્રણેમાંથી કોઇને ડેટ નથી કરી રહ્યો અને તે સિંગલ છે.
બીજી બાજુ અનન્યાએ પણ ઇનકાર કરી દીધો છે કે તે શુભમન ગિલ સાથે નથી.
તો હાલમાં તો બે મોસ્ટ એલિજિબલ બેચલર્સ શુભમન અને અનન્યા પાંડે single and ready to mingle છે. આપણે જોઇએ આ બંને હવે ક્યારે ડેટિંગ કરે છે.