આમચી મુંબઈમહારાષ્ટ્રસ્પેશિયલ ફિચર્સ

દરરોજ Mukesh Ambani કેટલી કમાણી કરે છે?આંકડો સાંભળીને આંખો પહોળી થઈ જશે…

દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાંથી એક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી (Mukesh Ambani) માત્ર ભારત જ નહીં પણ એશિયાના રિચેસ્ટ બિઝનેસમેન છે. મુકેશ અંબાણીની નેટવર્થ આશરે 116 અબજ ડોલરની છે અને તો બ્લુમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર હાલમાં તેઓ દુનિયાના 12મા નંબરના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાંથી છે અને તેમના બાદ 104 અબજ ડોલરની નેટવર્થ સાથે ગૌતમ અદાણીનો નંબર આવે છે. પરંતુ શું તમને ખબર છે કે દુનિયાના આ સૌથી અમીર ઉદ્યોગપતિની એક દિવસની કમાણી કેટલી છે? ચાલો આજે તમને એ વિશે જણાવીએ…

આ પણ વાંચો :બિઝનેસમેન હોય તો શું થયું? Nita Ambaniની સામે Mukesh Ambani પણ હાથ જોડી જ દે છે…

મુકેશ અંબાણીની સંપત્તિ જોઈને એવો અંદાજ લગાવી શકાય છે કે જો કોઈ વ્યક્તિના વર્ષના ચાર લાખ રૂપિયા કમાવશે તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેનની આજની સંપત્તિ કમાવવા માટે 1.74 કરોડ વર્ષ લાગી જશે, જે લગભગ અશક્ય જ છે. મળી રહેલાં માહિતી પ્રમાણે મુકેશ અંબાણી દર વર્ષે 15 કરોડ રૂપિયા સેલેરી લેતા હતા, પરંતુ કોરોના બાદ તેમણે સેલેરી લેવાનું બંધ કર્યું છે અને તેમ છતાં તેઓ રોજના 163 કરોડ રૂપિયા કમાવે છે. આ પૈસા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં રહેલી તેમની શેર હોલ્ડિંગમાંથી આવે છે.

આ પણ વાંચો :OMG લંડનમાં રૂ. 14460000000નું ઘર ખરીદ્યું આ ભારતીયે, Mukesh Ambani પણ રહી ગયા પાછળ…

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પેટ્રોકેમિકલ, ઓઈલ, ટેલિકોમ, રિટેલ સહિતના અનેક સેક્ટરમાં પગપેસારો કર્.યો છે. આ સિવાય તેમણે પોતાના મુંબઈના ઘર એન્ટિલિયા સહિત રિયલ એસ્ટેટમાં અનેક જગ્યાએ ઈન્વેસ્ટમેન્ટ કરી રાખ્યા છે. એન્ટિલિયાની જ કિંમત આશરે 15 હજાર કરોડ રૂપિયા આંકવામાં આવે છે.

આ પણ વાંચો :Mukesh Ambani વાપરે છે આ સ્પેશિયલ ફોન, કિંમત એટલી કે…

2020 સુધી મુકેશ અંબાણી દર કલાકે 90 કરોડ રૂપિયા કમાવી રહ્યા હતા જ્યારે ભારતમાં 24 ટકા લોકો માત્ર 3000 રૂપિયા પ્રતિ મહિનો કમાવે છે. અંબાણી પરિવાર પોતાની વૈભવી અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવતો રહે છે. હાલમાં અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્નમાં 5000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ લગ્ના પ્રિ-વેડિંગ અને પોસ્ટ વેડિંગ કાર્યક્રમ પણ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા અને આ સિવાય હાલમાં જ મુકેશ અંબાણીએ 1000 કરોડ રૂપિયાનું બોઈંગ 737 મેક્સ ખરીદ્યું હોવાના અહેવાલો સામે આવ્યા હતા,

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ