કાનપુર: ભારતીય ક્રિકેટ ચાહકોને ફરી નિરાશા મળી છે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુરમાં રમાઈ રહેલા ટેસ્ટ મેચ(IND vs BAN 2nd Test)ના ત્રીજા દિવસે પણ રમત થઇ શકી નથી. કાનપુરમાં ત્રીજા દિવસે દિવસભર વરસાદ પડ્યો ન હતો, પરંતુ રાતભર થયેલા વરસાદને કારણે ગ્રાઉન્ડ ભીનું રહ્યું હતું. તપાસ સવારે 10am વાગ્યે, બપોરે 12pm અને 2pm વાગ્યે અમ્પાયરે ઇન્સ્પેકશન કર્યું હતું. છતાં ગ્રાઉન્ડ રમત શરુ કરવા યોગ્ય લાગ્યું ન હતું.
પહેલા દિવસે બાંગ્લાદેશ 35 ઓવરમાં 107/3 પર બનાવ્યા હતાં ત્યાર બાદ બીજા દિવસે વરસાદને કારણે મેચ શરુ થઇ શકી ન હતીન. મોમિનુલ હક 81 બોલમાં 40 અને મુશફિકુર રહીમ 13 બોલમાં છ રન સાથે ક્રીઝ પર છે.
આજે રવિવારે પણ મેચ શરુ નહીં થઇ શકે, હવે મેચ માટે બે દિવસ બચ્યા છે. આગામી બે દિવસ સુધી વરસાદની કોઈ આગાહી ન હોવાથી, આશા છે કે છેલ્લા બે દિવસની રમત થઇ શકે. જોકે આ મેચ ડ્રો તરફ જાય એવી વધુ શકયતા છે. જો એવું થશે તો ભારત 1-0 થી બે મેચની સિરીઝ જીતી જશે, જોકે ફેન્સ તેમના ફેવરીટ ખેલાડીઓને રમતા જોવા ઈચ્છે છે.
બાંગ્લાદેશની ઇનિંગ:
ઝાકિર હસન અને શાદમાન ઈસ્લામે બાંગ્લાદેશની ટીમને સારી શરૂઆત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ઝાકિર ઘણા બધા ડોટ બોલ રમવાના કારણે દબાણમાં આવી ગયો હતો અને આ દબાણમાં તેણે વિકેટ ગુમાવી દીધી હતી. ઝાકીરને આકાશ દીપે યશસ્વી જયસ્વાલના હાથે કેચ આઉટ કરાવ્યો. તે 24 બોલમાં ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો.
આ પછી આકાશ દિપે શાનદાર બેટિંગ કરી રહેલા શાદમાન ઈસ્લામને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. તે 36 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા.
ત્યારબાદ મોમિનુલ હકે કેપ્ટન શાંતો સાથે મળીને ત્રીજી વિકેટ માટે 51 રનની પાર્ટનરશીપ કરી હતી. અશ્વિને આ પાર્ટનરશીપ તોડી,. તેણે શાંતોને LBW આઉટ કર્યો. તે 57 બોલમાં છ ચોગ્ગાની મદદથી 31 રન બનાવી શક્યો હતો. આ પછી, મોમિનુલ અને મુશફિકુર રહીમ વચ્ચે ચોથી વિકેટ માટે 27 રનની પાર્ટનરશીપ છે. મોમિનુલ 40 રન અને રહીમ છ રન બનાવીને અણનમ છે.
આકાશને બે અને અશ્વિનને એક વિકેટ મળી છે.