મનોરંજન

ગંભીર બીમારીથી પીડાઈ રહી છે Aishwarya Rai-Bachchan…

હાલમાં બચ્ચન પરિવાર (Bachchan Family) અને ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) ચાલી રહેલાં વિખવાદને કારણે લાઈમલાઈટમાં રહે છે. અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય બચ્ચન ટૂંક સમયમાં જ ડિવોર્સ લઈ રહ્યા છે, પરંતુ આ બાબતે અભિષેક કે ઐશ્વર્યાએ બાબતે કોઈ સ્પષ્ટતા નથી કરી. પરંતુ આ બધા વચ્ચે હવે ઐશ્વર્યાને લઈને એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. એટલું જ નહીં પણ ઐશ્વર્યા અને અભિષેકના ડિવોર્સ માટે પણ આ જ કારણ જવાબદાર હોવાનું કહેવાઈ રહ્યું છે. ચાલો જોઈએ શું છે આ કારણ-

એક રેડિટ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ઐશ્વર્યા રાય બચ્ચન એક ગંભીર બીમારીથી પીડાઈ રહી છે અને આ બીમારીને કારણે જ તેનું વજન સતત વધી રહ્યું છે. આ વધતા વજનને કારણે જ ઐશ્વર્યા એવા કપડાં પહેરે છે જેને કારણે તેનું શરીર કવર કરી શકાય. ઐશ્વર્યા કે તેની ટીમે તેની આ મેડિકલ કંડીશન વિશે કોઈ ખુલાસો કર્યો નથી. આ બીમારીને કારણે ઐશ્વર્યા બાકીની હીરોઈનની જેમ સ્ટ્રિક્ટ ડાયેટ નથી ફોલો કરી શકતી અને તેના વજનને કંટ્રોલમાં નથી લાવી⁴ શકતી.
રેડિટ પોસ્ટ કરવામાં આવેલા દાવા 0અનુસાર ઐશ્વર્યાની આ બીમારી જ તેના ડિવોર્સનું કારણ છે.

જોકે, આ બાબતે ઐશ્વર્યાએ કે તેની ટીમે આ બાબતે કોઈ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો નથી. રેડિટ પોસ્ટ કરનારા યુઝર્સ દ્વારા એવી રિકવેસ્ટ પણ કરવામાં આવી છે કે ઐશ્વર્યાના વધતા વજનને કારણે તેને બોડી શેમ કરવાનું બંધ કરવું જોઈએ.

આ પણ વાંચો : સ્ટેજ પર હજારો લોકોની સામે આ કોના પગે પડી Aishwarya Rai-Bachchan, વીડિયો થયો વાઈરલ…

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ ઐશ્વર્યાએ દીકરી આરાધ્યા સાથે પેરિસમાં યોજાયેલા ફેશન વીક અને દુબઈમાં યોજાયેલા આઈફા એવોર્ડમાં હાજરી આપવા પહોંચી હતી. ગઈકાલે રાતે જ ઐશ્વર્યા અને આરાધ્યા બચ્ચન મુંબઈ પાછા ફર્યા હતા અને બંનેના ચહેરા પર થાક દેખાઈ રહ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button