નેશનલસ્પોર્ટસ

IND vs BAN 2nd Test: લંચ પછી મેચ શરુ થશે? હવામાન ચોખ્ખું, 2 વાગ્યે થશે ઇન્સ્પેકશન

કાનપુર: ગઈ કાલે કાનપુર(Kanpur)માં વરસાદને કારણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત (IND vs BAN 2nd Test) થઇ શકી ન હતી. આજે કાનપુરમાં વરસાદ વરસી રહ્યો નથી અને તેમ છતાં રાતભર વરસેલા વરસાદને કારણે મેદાન ભીનું રહેવાને કારણે રમત શરૂ થઈ નથી. તપાસ સવારે 10am અને 12pm વાગ્યે એમ્પાયરે ગ્રાઉન્ડની ચકાસણી કરી હતી, પણ મેદાન ભીનું જણાયું હતું. હવે 2pm વાગ્યે ગ્રાઉન્ડ ચેક કરવામાં આવશે.

મેચના પહેલા દિવસે પણ વરસાદને કારણે રમત મોડી ચાલુ થઇ હતી. ભારતે ઘર આંગણે ટેસ્ટ મેચમાં છેલ્લા નવ વર્ષમાં પ્રથમ વખત બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ દિવસે માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી. બીજા દિવસે એક પણ બોલ ફેંકાયો ન હતો. આજે ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રવિવારે વરસાદની 59% શક્યતા છે.

બાંગ્લાદેશે 35 ઓવરમાં 3 વિકેટે 107 રન બનાવ્યા છે. મુશ્ફિકુર રહીમ 6 રન અને મોમિનુલ હક 40 રન બનાવીને ક્રિઝ પર છે. બંને વચ્ચે 27 રનની પાર્ટનરશિપ થઈ છે, ઝાકિર હસન ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો, શાદમાન ઈસ્લામ 24 રન બનાવીને આઉટ થયો હતો અને નઝમુલ હસન શાંતો 31 રન બનાવીને આઉટ થયો હતો. આકાશદીપે 2 અને રવિચંદ્રન અશ્વિને 1 વિકેટ ઝડપી હતી.

ભારતની પ્લેઈંગ 11:
યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

બાંગ્લાદેશની પ્લેઈંગ 11:
શાદમાન ઈસ્લામ, ઝાકિર હસન, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ (વિકેટકીપર), મેહદી હસન મિરાજ, તૈજુલ ઈસ્લામ, હસન મહમૂદ, ખાલિદ અહેમદ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button