પંચાંગ

આજનું પંચાંગ

ચપંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર શરદઋતુ), બુધવાર, તા. 4-10-2023, ષષ્ઠી શ્રાદ્ધ, ભદ્રા પ્રારંભ
ભારતીય દિનાંક 12, માહે આશ્વિન, શકે 1945
વિક્રમ સંવત 2079, શા. શકે 1945, ભાદ્રપદ વદ-6
જૈન વીર સંવત 2549, માહે ભાદ્રપદ, તિથિ વદ-6
પારસી શહેનશાહી રોજ 20મો બહેરામ, માહે 2જો અર્દીબહેશ્ત, સને 1393
પારસી કદમી રોજ 20મો બહેરામ, માહે 3જો ખોરદાદ, સને 1393
પારસી ફસલી રોજ 18મો રશ્ને, માહે 7મો મેહેર સને 1392
મુુસ્લિમ રોજ 18મો, માહે 3જો, રબીઉલ અવ્વલ, સને 1445
મીસરી રોજ 20મો, માહે 3જો, રબીઉલ અવ્વલ, સને 1445
નક્ષત્ર રોહિણી સાંજે ક. 18-28 સુધી, પછી મૃગશીર્ષ.
ચંદ્ર વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 30, અમદાવાદ ક. 06 મિ. 33 સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 24, અમદાવાદ ક. 18 મિ. 23 સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. 14-45, મધ્યરાત્રિ પછી ક. 03-46 (તા. 5)
ઓટ: સવારે ક. 08-42, રાત્રે ક. 20-40
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2079, આનંદ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1945,શોભન’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ – ષષ્ઠી. ષષ્ઠી શ્રાદ્ધ, ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. 29-41
મુહૂર્ત વિશેષ: બુધ-ચંદ્ર ગ્રહદેવતાનું પૂજન, ધ્રુવદેવતાનું પૂજન, બ્ર્ાહ્માજીનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા.
શ્રાદ્ધ પર્વ: આજ રોજ છઠ્ઠ તિથિએ દિવંગતનું શ્રાદ્ધ કરવું. કુટુંબના સભ્યોની સાથે આપણે આ જન્મમાં તો અવશ્ય સંકળાયેલા છે અને પરસ્પર સૌનું ઋણ રહેલું છે. માતા-પિતા, ભાઈ-બહેન એમ સર્વે એકબીજાના ૠણી છે. માતા-પિતાનું ૠણ આ જન્મમાં પણ અદા કરવાના પ્રયત્નો ઓછા પડે. દિવંગત માતા-પિતાનાં સ્મરણાર્થે સત્કાર્યો કરવા શ્રાદ્ધપર્વ અને સમગ્ર વર્ષ અનેક તક આપે છે. નિત્ય શ્રાદ્ધ પક્ષમાં ઉપરાંત સમગ્ર વર્ષમાં વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર દૈનિક પાઠ કરવો એ સનાતન ધર્મની આજ્ઞા છે.
આચમન: બુધ-ગુરુ અર્ધ ચતુષ્કોણ સામાન્ય પ્રકારની તર્કશક્તિ
ખગોળ જ્યોતિષ: બુધ-ગુરુ અર્ધ ચતુષ્કોણ
ગ્રહ ગોચર: સૂર્ય-ક્નયા, મંગળ-તુલા, બુધ-ક્નયા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યૂન-મીન, વક્રી પ્લુટો-મકર. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button