IIFA 2024: શાહરૂખ ખાનને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, આ એક્ટ્રેસે જીત્યો બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ
અબુ ધાબી: IIFA 2024 ની મેઈન ઇવેન્ટ ગઈ કાલે 28 સપ્ટેમ્બરની રાત્રે અબુ ધાબી (Abu Dhabi)ના યાસ આઇલેન્ડ ખાતે યોજાઇ હતી. આ એવોર્ડ ફંક્શન શાહરૂખ ખાન અને કારણ જોહર હોસ્ટ કર્યો હતો . આ ફંક્શનના ઘણા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન, IIFA 2024 ના વિજેતાઓની સંપૂર્ણ સૂચિ જાહેર કરવામાં આવી છે. શાહરૂખ ખાન(Shahrukh Khan)ને જવાન ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો, જ્યારે રાની મુખર્જીએ(Rani Mukharji)ને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો.
ફિલ્મ દિગ્દર્શક મણિરત્નમ અને સંગીતકાર એઆર રહેમાનને અને શાહરૂખ ખાનને બેસ્ટ એક્ટરનો IIFA એવોર્ડ એનાયત કર્યો હતો. આ દરમિયાન શાહરૂખ ખાને મણિરત્નમના ચરણ સ્પર્શ કર્યા હતાં અને એઆર રહેમાનને ગળે મળ્યો હતો.
રાની મુખર્જીને મિસીઝ ચેટર્જી વી. નોર્વે માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો, એવોર્ડ સ્વીકારતી વખતે રાનીએ કહ્યું કે, “આઈફામાં આ એવોર્ડ મેળવવો એ વધુ મહત્વનું છે, કારણ કે આ સાબિત કરે છે કે મિસીઝ ચેટર્જી વી. નોર્વે ફિલ્મને વૈશ્વિક સ્તરે ચાહકોના દિલોને પ્રભાવિત કર્યા છે.”
અનિલ કપૂરને એનિમલ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટીંગ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો, શબાના આઝમીને રોકી અને રાનીકી લવ સ્ટોરી માટે બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. બોબી દેઓલને એનિમલ માટે બેસ્ટ પરફોર્મન્સ નેગેટિવ રોલ એવોર્ડ મળ્યો.
આ ઉપરાંત એનિમલને બેસ્ટ પિક્ચરનો એવોર્ડ મળ્યો. વિધુ વિનોદ ચોપરાને 12th ફેલ માટે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. પ્રીતમ, વિશાલ મિશ્રા, મનન ભારદ્વાજ, શ્રેયસ પૂર્ણનાયક, જાની, ભૂપિન્દર બબ્બલ, આશિમ ખેમસન, હર્ષવર્ધન રામેશ્વરને એનિમલ માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશનનો એવોર્ડ મળ્યો હતો.
એનિમલના માટે અર્જન વેલી ગીત ગાનાર સિંગર ભૂપિન્દર બબ્બલને બેસ્ટ પ્લેબેક સિંગર મેલનો એવોર્ડ આપવામાં આવ્યો હતો, જ્યારે જવાનમાંથી ચલેયા ગીત ગાનાર શિલ્પા રાવને બેસ્ટ પ્લેબેક સિંગર ફીમેલ માટે પસંદ કરવામાં આવી હતી.
હેમા માલિનીને ભારતીય સિનેમામાં આઉટ સ્ટેન્ડિંગ અચીવમેંટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. રોકી અને રાની કી લવસ્ટોરીને બેસ્ટ સ્ટોરીનો એવોર્ડ મળ્યો હતો.
સિદ્ધાર્થ સિંહ અને ગરિમા વલાલને એનિમલના સતરંગા માટે બેસ્ટ લિરિક્સનો એવોર્ડ મળ્યો હતો.