વેપાર

Gold Price Hike : સોનાનો ભાવ રૂપિયા 1 લાખની સપાટી વટાવશે, જાણો કારણ

મુંબઇ: આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારમાં સોનાનો ભાવ(Gold Price Hike)રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યો છે. સોનાના ભાવ વધવા પાછળનું કારણ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો હોવાનું માનવામાં આવે છે. આગામી સમયમાં વ્યાજદરમાં વધુ ઘટાડો થવાની ધારણા છે. આ સિવાય ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે વધેલા તણાવની અસર પણ સોનાના ભાવ પર પડી રહી છે. જ્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી વિશ્વભરની સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની સતત ખરીદી પણ કિંમતોમાં વધારાનું કારણ છે. સોનાના બજાર પર નજર રાખનારા નિષ્ણાતોનું માનીએ તો ભાવમાં વધુ વધારો થઈ શકે છે. કેટલાક નિષ્ણાતોને આશા છે કે આગામી વર્ષોમાં સોનાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ રૂપિયા 1 લાખની સપાટીને વટાવી જશે.

આ વર્ષે કિંમતોમાં 30 ટકાનો વધારો

26 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 2685.42 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી હતી. જ્યારે મુંબઈમાં એમસીએક્સ પર સ્થાનિક બજારમાં સોનાની કિંમત 75,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગઈ હતી. આ વર્ષે અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતમાં 30 ટકાનો વધારો થયો છે.

યુએસ ફેડરલ રિઝર્વના નિર્ણયની પણ અસર

આ મહિને ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. ફેડરલ રિઝર્વે છેલ્લા 4 વર્ષમાં પ્રથમ વખત વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો. આ ઘટાડા બાદ વ્યાજ દર 4.75 થી 5 ટકાની રેન્જમાં આવી ગયો છે. ડૉલરના નબળા પડવાના કારણે સોનાને ફાયદો થઈ રહ્યો છે. નિષ્ણાતોના મતે જ્યારે પણ ડોલર નબળો પડશે ત્યારે સોનાના ભાવમાં વધારો થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button