બાંગ્લાદેશ સામેની ટી-20 સિરીઝ માટે સૂર્યાની કૅપ્ટન્સીવાળી ટીમ જાહેર, જાણો ટીમમાં કોણ-કોણ છે
નવી દિલ્હી: ભારતની બાંગ્લાદેશ સામેની વર્તમાન બીજી અને છેલ્લી ટેસ્ટ મૅચ બાદ છઠ્ઠી ઑક્ટોબરે ટી-20 સિરીઝ શરૂ થશે અને એ શ્રેણી માટે શનિવારે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં રમનારી ભારતીય ટીમમાં આઇપીએલ-2024ના ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવને સામેલ કરવામાં આવ્યો છે.
‘મિસ્ટરી સ્પિનર’ તરીકે ઓળખાતા વરુણ ચક્રવર્તી ત્રણ વર્ષે ફરી ટીમ ઇન્ડિયામાં કમબૅક કરવાની તક અપાઈ છે.
સંજુ સૅમસન અને જિતેશ શર્મા આ ટીમમાં સામેલ બે વિકેટકીપર-બૅટર છે.
આ ટીમમાં ઘણા ઑલરાઉન્ડરર્સ છે તેમ જ આઇપીએલ-2024માં ચમકેલા અભિષેક શર્મા તથા નીતિશ કુમાર રેડ્ડી જેવા ઘણા પ્લેયર્સનો પણ સમાવેશ છે.
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારત 1-0થી આગળ છે. બીજી ટેસ્ટ વરસાદને કારણે ખોરવાઈ રહી છે.
ભારતીય ટીમ:
સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), સંજુ સૅમસન (વિકેટકીપર), જિતેશ શર્મા (વિકેટકીપર), અભિષેક શર્મા, રિન્કુ સિંહ, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્ર્નોઈ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને મયંક યાદવ.