વેપારશેર બજાર

વૈશ્ર્વિક શૅરબજારોમાં કડાકાનું જોખમ, મંદીની અસર સમગ્ર વિશ્ર્વમાં જોવા મળશે

મુંબઇ: નાણા મંત્રાલયે વૈશ્ર્વિક શેરબજારોમાં સંભવિત કરેક્શન અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિભાગે ચેતવણી આપી છે કે શેરબજારમાં આવેલા એકતરફી બુલ રન અને સૌથી મહત્ત્વનું કે ઓવરવેલ્યુએશનને કારણે આગામી સમયમાં બજારોમાં કડાકો આવી શકે છે અને આ કરેક્શનની અસર સમગ્ર વિશ્ર્વમાં જોવા મળી શકે છે. નાણા મંત્રાલયે ઓગસ્ટની માસિક આર્થિક સમીક્ષામાં જણાવ્યું છે કે કેટલાક દેશોમાં તાજેતરની મોનિટરી પોલિસી સંબંધિત જાહેરાતોને કારણે શેરબજારમાં તેજી છે અને હવે કરેક્શનની શક્યતા વધી ગઈ છે. જો જોખમ વધશે તો તેની અસર વૈશ્ર્વિક સ્તરે જોવા મળશે. હકીકતમાં, વિકસિત દેશોમાં પણ મંદીની આશંકા તોળાઈ રહી છે. ભૌગોલિક રાજકીય સંઘર્ષો, વ્યાજદરમાં કાપના વૈશ્વિક ચક્રની શરૂઆત વગેરેને કારણે મુશ્કેલીઓ વધુ વધી શકે છે.

મંત્રાલયે સ્થાનિક અર્થતંત્રમાં પડકારો તરફ પણ ધ્યાન દોર્યું અને કેટલાક વિસ્તારોમાં વરસાદના અભાવ અને કૃષિ ઉત્પાદન પર તેની અસર અંગે ચિંતા વ્યક્ત ઔકરી છે. જોકે, નાણા મંત્રાલયનું કહેવું છે કે જો હવામાનની ગંભીર અસર નહીં થાય તો ગ્રામીણ વિસ્તારોમાં આવક અને માંગમાં મજબૂતી આવી શકે છે. કેટલાક ક્ષેત્રોમાં દબાણના પ્રારંભિક સંકેતો પણ જોવા મળી રહ્યાં છે, જેમ કે પેસેન્જર વાહનોના વેચાણમાં ઘટાડો અને તેની ઇન્વેન્ટરીમાં વધારો થવો આમાંનું જ એક લક્ષણ છે. વર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં શહેરોમાં એફએમસીજી વેચાણમાં પણ મંદી જોવા મળી હતી.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ