મનોરંજન

રેડ બિકીનીમાં કર્વી ફિગર ફ્લોન્ટ કરીને બર્થડે સેલિબ્રેટ કર્યો આ ટીવી એક્ટ્રેસે…

ટીવીના ટચૂકડાં પડદાં પર નાગિનનો રોલ કરીને બોલીવૂડ સુધી પોતાના નામનો ડંકો વગાડનારી એક્ટ્રેસ મૌની રોય (Mouni Roy) આજે પોતાનો 39મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે અને તેના સેલિબ્રેશનના ફોટો જોઈને તો ભાઈસાબ તમારા હોંશ ઊડી જશે. આમ પણ મૌની પોતાના હોટ એન્ડ બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને ફેન્સની ધડકનો વધારી દેતી હોય છે. બર્થડે પર પણ મૌનીએ ગ્લેમરનો તડકો લગાવવામાં કોઈ કસર બાકી રાખી નહોતી.

મૌનીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 39મા બર્થડેના સેલિબ્રેશનના ફોટો શેક કર્યા છે. માલદીવ્ઝના બીચ પરથી એક્ટ્રેસે પોતાના ફોટો શેર કર્યા છે. આ સમયે એક્ટ્રેસ પતિ અને તેના કેટલાક મિત્રો સાથે વેકેશન મૂડમાં જોવા મળી રહી છે.

શેર કરેલાં આ ફોટોમાં રેડ કલરની બિકીનીમાં મૌનીએ પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું છે. બિકીના સાથે મેચિંગ શ્રગ કરીને મૌનીએ ફેન્સને મદહોશ કરી દીધા હતા. ફેન્સ તેના કર્વી ફિગરના દિવાના બની ગયા હતા. બીચ પર મૌનીની દિલકશ અદાઓ જોઈને ઈન્ટરનેટનો પારો ચઢી ગયો છે.

વાત કરીએ મૌનીની પ્રોફેશનલ લાઈફની તો મૌનીએ ટીવીથી એક્ટિંગના કરિયરની શરૂઆત કરી છે અને ત્યાર બાદ તેણે અનેક સુપરહિટ શોઝમાં કામ કર્યું છે. છેલ્લે એક્ટ્રેસ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળી હતી અને આ ફિલ્મમાં તે નેગેટિવ રોલમાં જોવા મળી હતી. જોકે, કેટલાક નેટિઝન્સને માલદિવ્ઝમાં જઈને મૌનીનું આ બર્થડે સેલિબ્રેટ કરવાનો પ્લાન ખાસ કંઈ પસંદ નથી આવ્યો અને તેઓ તેને આ માટે ફટકાર લગાવી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button