ઉત્સવરાશિફળસ્પેશિયલ ફિચર્સ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૨૯-૯-૨૦૨૪ થી તા. ૫-૧૦-૨૦૨૪

ગ્રહગોચર: સૂર્યનારાયણ ક્ધયા રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મિથુન રાશિમાં મધ્યમ ગતિએ માર્ગીભ્રમણ કરે છે. બુધ ક્ધયા રાશિમાં શીઘ્ર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર તુલા રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. વક્રી શનિ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે સિંહ રાશિમાં રહે છે. તા. ૧લી ઑક્ટોબરે ક્ધયામાં, તા. ૪થીએ તુલા રાશિમાં ભ્રમણ કરે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના કામકાજ તેજીના વેપારીઓને લાભદાયી પુરવાર થઈ શકે છે. પરંતુ જન્મકુંડળીના આધારે વેપારના નિર્ણયો લેવા જરૂરી છે. લાંબા સમયના બચતના નિર્ણયનો અમલ થઈ શકે છે. નોકરી માટે તા. ૨, ૩, ૪ શુભ જણાય છે. સપ્તાહના કામકાજથી નાણાં લાભ થશે. મહિલાઓને નોકરીના કામકાજમાં પરિવર્તનો જણાશે. વિદ્યાર્થીઓને પરિવારજનોનો સહયોગ પ્રાપ્ત થાય.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં લાંબા સમયના નાણાંરોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર સફળ બની રહેશે. નોકરી માટે તા. ૧, ૩, ૪ શુભ જણાય છે. ભાગીદારથી નાણાંનો સહયોગ મેળવશો. ધાર્યા મુજબના નાણાંના લેવડદેવડના કામકાજ સંપન્ન થશે. ગૃહિણીઓને સંતાનની જવાબદારી પૂર્ણ કરવા માટે અનુકૂળતાઓ જણાય. વિદ્યાર્થીઓ અધ્યયન વાંચનમાં નિયમિતતા દાખવી શકશે. મિત્રો સાથેના મતભેદનો ઉકેલ આવશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં રોકાણના નિર્ણયનો અમલ થઈ શકશે. નોકરીમાં સ્થાન પરિવર્તન થાય. અધિકારીની મદદ મેળવશો. રાજકારણમાં સફળતા મેળવશો. વેપાર વધશે. નાણાં આવક વધશે. કુટુંબીજનોમાં મહિલાઓનો યશ-માન મરતબો વધશે. પ્રસંગો અનુકૂળતાથી સંપન્ન થશે. વિદ્યાર્થીઓને નવા અભ્યાસના જરૂરિયાતના સાધનો પ્રાપ્ત થાય.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના જૂનાં રોકાણમાંથી નાણાં મેળવી શકશો. તા. ૧, ૩, ૪ નોકરીના કામકાજ માટે શુભ જણાય છે. મિલકતનો નિર્ણય લઈ શકશો. વેપાર વધશે. મહિલાઓ પરિવાર માટે જરૂરી સાધનો મેળવી શકશે. ભાઈ-બહેનો સાથેના મતભેદોનો ઉકેલ આવશે. કુટુંબના સભ્યો વિદ્યાર્થીઓને ઉપયોગી થશે. વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ સફળ બની રહેશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના રોજિંદા કામકાજ લાભદાયી પુરવાર થશે. નોકરી માટે તા. ૩૦, ૨, ૩ અનુકૂળ જણાય છે. કારોબારમાં સંતાન ઉપયોગી થશે. ભાગીદાર સાથેના મતભેદોનો ઉકેલ આવશે. નવા કામકાજનો પ્રારંભ થાય. મહિલાઓના પરિવારજનોના મતભેદો ઉકેલાશે. સંતાનની જવાબદારી પૂર્ણ કરી શકશો. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં શિક્ષકનો સહયોગ પ્રાપ્ત થશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં જૂનાં રોકાણમાંથી નાણાં મેળવી શકશો. નોકરીમાં તા. ૨, ૩, ૪ શુભ જણાય છે. વેપારમાં નવા મિત્રો ઉમેરાશે. નાણાં-લોન મેળવી શકશો. વૈચારિક મતભેદોમાં કાર્યક્ષેત્રે દૂર થશે. મહિલાઓને કુટુંબીજનોનો સહયોગ, પ્રસંગોમાં ઉપયોગી થતો જણાશે. વિભાગીય પરીક્ષામાં વિદ્યાર્થીઓ સફળ થશે. તથા ઉપયોગી ચીજો મેળવી શકશો.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં વાયદાના વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. તા. ૩૦, ૧, ૪ના નિર્ણયો નોકરી માટે સફળ બની રહેશે. લાંબા અંતરનો પ્રવાસ જણાય છે તથા કોર્ટ-કેસના પ્રશ્ર્નનો ઉકેલ આવશે. મહિલાઓને નવા કામકાજ પ્રારંભવા માટે પરિવારજનો ઉપયોગી થશે. વિદ્યાર્થીઓને શિક્ષકોનો સહયોગ પ્રાપ્ત થશે તથા સહઅધ્યાયીઓમાં મતભેદો દૂર થશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું જ્ઞાન, નવી કાર્યપદ્ધતિ અપનાવી શકશો. દૈનિક સાપ્તાહિક વેપાર સફળ નીવડશે. તા. ૧, ૨, ૩ નોકરી માટે શુભ પુરવાર થશે. ભાગીદાર સાથેના મતભેદોનો ઉકેલ આવશે. વિદેશ વેપારના કામકાજમાં સફળતા મેળવશો. ગૃહિણીઓને પરિવારના માંગલિક-ધાર્મિક પ્રસંગોમાં અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓ નવા અભ્યાસના પ્રારંભમાં જરૂરી માર્ગદર્શન મેળવી શકશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરી માટે તા. ૧, ૨, ૪ શુભ જણાય છે. નોકરીના અધિકારીનું માર્ગદર્શન મેળવશો. વેપારમાં નવા રોકાણ માટે ગોચરફળ શુભ નથી, પરંતુ રચનાત્મક નિર્ણયોનો અમલ લઈ શકશો. નાણાં આવક વધશે. ગૃહિણીઓને સંતાનની જવાબદારીમાં રાહત જણાશે. વિદ્યાર્થીઓનો આત્મવિશ્ર્વાસ વધારનારી ઘટના સાકાર થશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં વાયદાના વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. તા. ૧, ૩, ૪ નોકરી માટે શુભ જણાય છે. પ્રવાસ દ્વારા કારોબારના વિકાસના કામકાજ સફળ બની રહેશે તથા ઉઘરાણીનાં કામકાજ પણ સફળ જણાશે. મિલકતના નિર્ણયો લઈ શકશો. મહિલાઓને નોકરીમાં યશસ્વી અનુભવ થાય. પ્રગતિ થશે. વિદ્યાર્થીઓને અધ્યયનમાં નિયમિતતા જણાશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં રોકાણની શક્યતા જણાય છે. તા. ૧, ૨, ૪ના નોકરીના નિર્ણયો લાભદાયી પુરવાર થશે. કુટુંબના સભ્યોની પ્રગતિ અને આવક જળવાશે તથા નવા કારોબારનો પ્રારંભ પણ શક્ય છે. મહિલાઓ પરિવાર માટે કિંમતી ચીજો મેળવી શકશે. પ્રસંગો અનુકૂળ બની રહેશે. વિદ્યાર્થીઓને સંશોધન, રચનાત્મક પ્રવૃત્તિઓમાં જરૂરી પ્રોત્સાહન અને સફળતા પ્રાપ્ત થશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના વાયદાના વેપારમાં સ્વપ્રયત્ને સફળતા મેળવશો. તા. ૨,૩ના નોકરીના નિર્ણયો રચનાત્મક પૂરવાર થશે. લાંબા સમયના કાર્યક્ષેત્રના નિર્ણયો સફળતાથી લઈ શકશો. મહિલાઓના કામકાજ માટે આત્મવિશ્ર્વાસ વધશે. નોકરીમાં તથા સ્વતંત્ર કારોબારમાં સફળ બનશો. વિદ્યાર્થીઓને શિક્ષકોનો સહયોગ પ્રાપ્ત થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button