ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૨૯-૯-૨૦૨૪ થી તા. ૫-૧૦-૨૦૨૪

રવિવાર, ભાદ્રપદ વદ-૧૨, વિ. સં. ૨૦૮૦, તા. ૨૯મી સપ્ટેમ્બર, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર મઘા મધ્યરાત્રિ પછી ક. ૩૦-૧૮ સુધી (તા. ૩૦), પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. બારસનું શ્રાદ્ધ, સંન્યાસીઓનું શ્રાદ્ધ, મઘા શ્રાદ્ધ (રેંટિયા બારસ), પ્રદોષ.

સોમવાર, ભાદ્રપદ વદ-૧૩ તા. ૩૦મી, નક્ષત્ર પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. સોમપ્રદોષ, શિવરાત્રિ, તેરસનું શ્રાદ્ધ, કલિયુગાદિ, વિષ્ટિ ક. ૧૯-૦૬થી.

મંગળવાર, ભાદ્રપદ વદ-૧૪ તા. ૧લી ઑક્ટોબર. નક્ષત્ર પૂર્વાફાલ્ગુની સવારે ક. ૦૯-૧૫ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની. ચંદ્ર સિંહમાં સાંજે ક. ૧૬-૦૧ સુધી, પછી ક્ધયા રાશિ પર જન્માક્ષર. ભાદ્રપદ કૃષ્ણપક્ષ, ચૌદસનું શ્રાદ્ધ, અસ્ર, શસ્ર, અકસ્માતથી મરેલાનું શ્રાદ્ધ, વિષ્ટિ ક. ૦૮-૨૦ સુધી.

બુધવાર, ભાદ્રપદ વદ-૩૦, તા. ૨જી, નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની બપોરે ક. ૧૨-૨૨ સુધી, પછી હસ્ત. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. સર્વપિતૃ અમાસ, દર્શ અમાસ, પૂનમ, અમાસનું શ્રાદ્ધ, મહાલય સમાપ્તિ, ગજછાયા પર્વ ક. ૧૨-૨૨થી સૂર્યાસ્ત, અન્વાધાન, મહાત્મા ગાંધી જયંતી, કંકણાકૃતિ સૂર્યગ્રહણ (મુંબઈ-ભારતમાં દેખાવાનું નથી).

ગુરુવાર, આશ્ર્વિન સુદ-૧, તા. ૩જી, નક્ષત્ર હસ્ત બપોરે ક. ૧૫-૩૧ સુધી, પછી ચિત્રા. ચંદ્ર ક્ધયામાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૦૫ (તા. ૪થી) સુધી પછી તુલા રાશિ પર જન્માક્ષર. આશ્ર્વિન શુક્લ પક્ષ, શારદીય નવરાત્રિ પ્રારંભ, ઘટસ્થાપન: સવારે ક. ૦૬-૩૧ થી ૦૮-૦૧, સવારે ક. ૧૦-૫૯થી બપોરે ૦૩-૨૬, સાંજે ક. ૦૪-૫૬ થી રાત્રે ક. ૦૯-૨૬. જ્વારા સ્થાપન, ઈષ્ટિ, માતામહ શ્રાદ્ધ, શુભ દિવસ.

શુક્રવાર, આશ્ર્વિન સુદ-૨, તા. ૪મી, નક્ષત્ર ચિત્રા સાંજે ક. ૧૮-૩૭ સુધી, પછી સ્વાતિ. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. ચંદ્રદર્શન. શુભ કાર્ય વર્જ્ય છે.

શનિવાર, આશ્ર્વિન સુદ-૩, તા. ૫મી, નક્ષત્ર સ્વાતિ રાત્રે ક. ૨૧-૩૨ સુધી, પછી વિશાખા. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. તૃતીયા વૃદ્ધિ તિથિ છે. મુસ્લિમ ૪થો રબી-ઉલ આખર માસારંભ. શુભ કાર્ય વર્જ્ય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button