અમદાવાદઆપણું ગુજરાત

વાદળાંઓને અંબાલાલના શબ્દ વેધી બાણ: અહીં પડશે ફેંફસાં-ફાડ વરસાદ…

ગુજરાતમાં ગરબા પહેલા છવાયેલો આકાશી ગોરમ્ભો રાજ્યના નાગરિકોને નવલા નોરતાના થનગનાટને રીતસર ગળે ટૂંપો આપી રહ્યો હોય તેવું વાતાવરણ સર્જાયું છે. ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભલે સ-હર્ષ જાહેરાત કરતાં કહ્યું કે સવારે પાંચ વાગ્યા સુધી ગરબા મેદાનમાં લડી લેજો. પણ વાદળો અને વરસાદને થોડી કોઈ કાયદાકીય પરિભાષા છે કે,બંધાઈ જાય ? ગુજરાતનાં જાણીતા હવામાન તજજ્ઞ અને કૃષિકાર અંબાલાલ પટેલે તો આખું શિયાળુ કેલેન્ડર આપી દઈ ,કયાઁ સુધી વરસાદ અને ક્યારે તીવ્ર ઠંડી પડશે તેવો વરતારો કરી જ દીધો છે ત્યારે હવે રાજ્યના હવામાન વિભાગે કહ્યું છે કે અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, અને તાપીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આજે દિવસભર અમદાવાદ શહેરમાં આકાશી ગોરમ્ભો જોવાયો છે. રાજીના કેટલાય જિલ્લાઓમાં ઓછમાં ઓચ્છો ત્રણથી વધુમાં વધુ 7 ઇંચ વરસાદ ગઇકાલથી જ નોંધાઈ ચૂક્યો છે . જેમાં અમદાવાદમા આજે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી પણ છે. સાથે જ ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગરમાં આજે યલો એલર્ટ સાથે ભારે વરસાદનો વરતારો અપાયો છે.

બીજી તરફ મધ્ય ગુજરાતનાં આણંદ, ખેડા, વડોદરા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી છે.સાથોસાથ દક્ષિણ ગુજરાતનાં ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો અલર્ટ જાહેર કરાયો છે.

રાજ્યમાં 125 ટકા કરતા વધુ વરસાદ થઈ ચૂક્યો હોવા છ્તા એક પછી એક સિસ્ટમ સક્રિય થવાના કારણે નવરાત્રીના મોટાભાગના દિવસોમાં વરસાદ પડી શકે છે અથવા તો વરસાદ પડ્યા બાદ જો મેદાનો પર પાણી ભરાયા હોય તો તેનો તત્કાળ નિકલા પણ બહુ મોટી સમસ્યા બનશે પરિણામે 9 દિવસમાથી કેટલા દિવસ ગરબા પ્રેમીઓ ગરબા રમી શકશે તે મોટો સવાલ છે.

નવરાત્રિના 6 દિવસ પહેલા જ આવેલા વરસાદના આ રાઉન્ડથી ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. કરોડોનો ખર્ચ, મસમોટા આયોજનો અને લાખોના ખર્ચે તૈયારીઓ, ફૂડ સ્ટોલ્સ,સિક્યુરિટી લાઇટિંગ,સાઉન્ડ સિસ્ટમ સહિતના થયેલા ખર્ચાઓ/આયોજન પર અત્યારે આ વરસાદ વચ્ચે પણ ‘ગોરંભો’ છ્વાયો છે.

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. ક્યાંક ભારે પવનને કારણે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઇ છે, તો ક્યાંક ધોધમાર વરસાદથી રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે.સૌરાસ્ટ્ર જૂનાગઢ, જેતપુર, અમરેલી, ભાવનગર, ઉપરાંત દક્ષિણ ગુજરાતનાં શહેરોમાં હજુ 48 કલાક ભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં ડેમ છલ છલો છ્લ

ગુજરાતમાં પ્રમાણમાં લગભગ 125 ટકા જેટલો સંતોષ પ્રદ વરસાદ થયા પછી પાણીની ભરપૂર આવકે 179 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 156 જળાશયો હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા 13 ડેમ એલર્ટ તો 70થી 80 ટકા ભરાયેલા 10 ડેમ વોર્નિંગ પર છે.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ