Sara Tendulkarના શૂઝ પર આ કોનું નામ લખેલું છે? તમે ખુદ જ જોઈ લો ભાઈસાબ…
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની દીકરી સારા તેંકુડલકર (Sara Tendulkar) અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે પછી એ ઈન્ડિયન ક્રિકેટર શુભમન ગિલ સાથેના તેના અફેયરને કારણે હોય કે તેના બ્યુટીફૂલ ફોટોશૂટને કારણે હોય. હવે ફરી એક વખત સારા ચર્ચામાં આવી છે અને આ વખતે તેનું ચર્ચામાં આવવાનું કારણ છે તેને કોઈ ખાસ વ્યક્તિ પાસેથી મળેલી ભેટ… આ ગિફ્ટની સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. ચાલો જોઈએ શું છે આ ગિફ્ટ અને તેમાં શું ખાસ છે એ-
વાત જાણે એમ છે કે હાલમાં જ સારા તેંડુલકરને એક શૂઝ ગિફ્ટમાં મળ્યા છે જેની કિંમત 1,80,000 રૂપિયા હોવાનો દાવો એક રિપોર્ટમાં કરાઈ રહ્યો છે. પણ આ શૂઝને ખાસ બનાવે છે તેના પર લખાયેલું એક નામ. વાત જાણે એમ છે કે આ શૂઝ પર રાહુલ મિશ્રાનું નામ લખાયેલું છે. હવે તમને થશે કે આ રાહુલ મિશ્રા છે કોણ?
તમારી જાણ માટે કે રાહુલ મિશ્રા એક ફેમસ ડિઝાઈનર છે અને તે દિલ્હીનો રહેવાસી છે. રાહુલ એવો પહેલો ડિઝાઈનર છે કે જેને પેરિસના હાઉતે કાઉચરમાં આમંત્રિત કરવામાં આવ્યા હોય. રાહુલ મિશ્રા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા શૂઝ અને બેગની કિંમત લાખોમાં હોય છે અને વાત કરીએ એમના ડિઝાઈન કરેલી સૌથી મોંઘી શોલ્ડર બેગની તો તેની કિંમત આશરે 4.50 લાખ રૂપિયા છે. રાહુલે સારાને તેના ડિઝાઈન કરેલા શૂઝ ગિફ્ટમાં મોકલાવ્યા છે અને તેની કિંમત પણ આશરે 2 લાખ રૂપિયાની આસપાસની છે.
વાત કરીએ સારા તેંડુલકરની તો સારા તેંડુલકર એ મોડેલ પણ છે અને ઈન્ડસ્ટ્રીમાં અનેક ડિઝાઈનર્સ સાથે એના સારા સંબંધો છે. સારા અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફોટોશૂટના ફોટો અને વીડિયો પોસ્ટ કરે છે જે મિનિટોમાં જ વાઈરલ થઈ જતા હોય છે. સુંદરતા અને ફેશનના મામલામાં સારા ભલભલી બોલીવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપે છે.