રાજ્યમાં ચાલુ બસે જ મહિલા સાથે ગુજાર્યું દુષ્કર્મ: ‘પુત્રને મારી નાખવાની ધમકી’
rape,Surat,lathi,crime,gujarat,
સુરત: બળાત્કારોની ઘટનાઓ જરાય થંભી રહી નથી,ત્યારે વળી અમરેલીના લાઠીમાં લકઝરી બસના ડ્રાઇયરે એક મહિલા સાથે દુષ્કર્મ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. લાઠીથી સુરત જતી એક ખાનગી બસના ડ્રાઈવારે મહિલાને તેના પુત્રને મારી નાખવાની ધમતી આપીને મહિલા સાથે બે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે મહિલાએ કાપોદ્રા પોલીસ મથકે ગુનો નોંધી અને આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના પર્વત પાટિયા વિસ્તારની મહિલાએ અમરેલીના લાઠીમાં પોતાની બહેનના ઘરે જવા માટે મારુતિ નંદન ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં મુસાફરી કરી હતી. ચાલુ બસે બસના ડ્રાઇવરે મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે વિશે જણાવીશ તો તેને અને તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જો કે ભોગ બનનાર મહિલાએ આ બનાવ અંગે સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાવ્યા બાદ હવે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ભોગ બનનારી મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના સાત વર્ષના પુત્ર લાઠી ખાતે રહેતી બહેનને મળવા મારૂતિ નંદનની લક્ઝરી બસમાં ગઈ હતી. નિર્ધારિત સ્થળે પહોંચ્યા બાદ તે બસના ડ્રાઈવરે મહિલાને ફોન કરી મિત્રતા કરવા દબાણ કર્યું હતું. જે અંગે મહિલાએ સ્પષ્ટ મનાઈ કહી દીધી હતી. જો કે બીજે દિવસે તે જ બસમાં ફરીથી સુરત આવવા નીકળી ત્યારે રાતે ડ્રાઈવર બધા જ મુસાફરો સૂઈ ગયા હોય તે સ્થિતિનો લાભ લઈને પુત્રને મારી નાખવાની ધમકી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને આ વાત કોઈને કરી છે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.