આપણે આપણું ખાવાનું સુરક્ષિત રાખવા માટે ફ્રિજનો ઉપયોગ કરીએ છીએ
ક્યારેક બચેલી ચીજો પણ આપણે ફ્રીજમાં સ્ટોર કરતા હોઈએ છીએ
પણ શું તમે જાણો છો કે કેટલાક વસ્તુઓ ફ્રિજમાં મૂકવાનું યોગ્ય નથી?
ચાલો અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવીશું
કાપેલા બટેટા ફ્રીજમાં નહીં રાખો. ઠંડા તાપમાનથી બટેટાના સ્ટાર્ચની સુગર બને છે જે સ્વાસ્થ્ય માટે સારી નથી.
ફ્રીજમાં કાપેલો કાંદો નહીં રાખવો જોઈએ. તેમાં રહેલા એન્ઝાઈમ સક્રિય થતા કાંદા બગડી જાય છે.
લસણને છોલીને ફ્રીજમાં રાખીએ તો તેના મૂળ નીકળવા લાગે છે, ફંગસ લાગે છે. ગુણવત્તા બગડે છે.
ફ્રીજમાં ટમેટા ના રાખો. ઠંડુ તાપમાન તેની અંદરના કમ્પોનન્ટને બદલી નાખે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
ફ્રીઝમાં બ્રેડને ના રાખવા જોઈએ. તેની કોમળતા બગડે છે, તેના પર મોલ્ડ અને ફંગસ આવી જાય છે.
મધને ફ્રીજમાં ના રાખવું જોઈએ. ફ્રીજમાં રાખવાથી તેને નુકસાન થઈ શકે છે.