મનોરંજન

આ હોટ હોટ હસીનાને જોઇ પાપારાઝીઓએ કર્યું કંઇક એવું ….. વીડિયો જુઓ…

લાંબા સમયથી બોલિવૂડથી દૂર રહેલી અભિનેત્રી મલ્લિકા શેરાવત હવે રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ સાથે જબરદસ્ત કમબેક કરવા જઈ રહી છે. તાજેતરમાં જ મલ્લિકા તેના જૂના કો-એક્ટર ઈમરાન હાશ્મીને પણ મળી હતી. બંને વર્ષો પછી ફરી મળ્યા હતા અને એવું લાગતું હતું કે બંને વચ્ચેના મતભેદો હવે દૂર થઇ ગયા છે.

હવે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બોલિવૂડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવત એરપોર્ટ પર જોવા મળી હતી. વીડિયો લેનાર પાપારાઝીએ ભૂલથી મલ્લિકાને મલાઈકા કહી દીધી હતી. હકીકતમાં મલ્લિકાને જોઈને પાપારાઝી એટલા કન્ફ્યુઝ થઈ ગયા કે તેઓ તેનું નામ જ ભૂલી ગયા. પાપારાઝીએ ભૂલથી મલ્લિકાને મલાઈકા કહી દીધી.

હવે મલાઇકા હોય કે મલ્લિકા બંને છે જ એવી હોટ કે એમાં બાપડા પાપારાઝીનો શું વાંક. બિચારો આ હોટ બ્યુટી પર ફિદા થઇ ગયો અને ક્ષણવાર માટે તેનું નામ ભૂલી ગયો. પણ, આ પછી જે થયું તે તમે માની નહીં શકો.

પાપારાઝી મલ્લિકાને મલાઈકા કહીને બોલાવવા લાગ્યા. આવા સમયે ચાહકોને લાગ્યું હતું કે મલ્લિકા ગુસ્સે થઈ જશે અથવા ગુસ્સામાં કહેશે કે તેનું નામ મલાઈકા નહીં પણ મલ્લિકા છે, પરંતુ અભિનેત્રીએ બ્રોડ સ્માઇલ સાથે આ પરિસ્થિતિને સંભાળી લીધી હતી. મલ્લિકા શેરાવતે કહ્યું હતું કે- તમે મારું નામ બદલી રહ્યા છો.

એમ લાગી રહ્યું છે કે તેને મલાઇકા કહેવાનું બિલકુલ ખરાબ નથી લાગ્યું. તે એકદમ કુલ હતી. વીડિયોમાં મલ્લિકા એકદમ કેઝ્યુઅલ કપડામાં જોવા મળી હતી. ચાહકો પણ તેની આવી કુલ પ્રતિક્રિયાને પસંદ કરી રહ્યા છે.

સામાન્ય રીતે આવું જોવા મળતું નથી. અન્ય અભિનેત્રીનું નામ સાંભળીને ઘણી વાર એક્ટ્રેસ ગુસ્સે થઈ જતી જોવા મળે છે, પરંતુ મલ્લિકાએ તો અલગ જ પ્રતિભાવ આપ્યો, જેને ચાહકો પસંદ કરી રહ્યા છે.

આ ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો તેના પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે જો તેની જગ્યાએ મલાઈકા હોત તો તેણે અલગ રીતે પ્રતિક્રિયા આપી હોત.

વર્કફ્રન્ટની વાત કરીએ તો મલ્લિકા શેરાવત લાંબા સમયથી શોબીઝથી દૂર હતી. તે ફિલ્મોમાં જોવા મળતી નહોતી. હવે તે રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘વિકી-વિદ્યા કા વો વાલા વીડિયો’થી બોલિવૂડમાં કમબેક કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં મલ્લિકા મહત્વના રોલમાં જોવા મળી રહી છે, જેની તેના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે 11 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button