કાનપુરમાં ક્રિકેટરો સ્ટેડિયમમાંથી રવાના થઈને કેમ પાછા હોટલ પર પહોંચી ગયા?
કાનપુર: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અહીં ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં શુક્રવારે શરૂ થયેલી ત્રીજી ટેસ્ટમાં આજે બીજા દિવસે વરસાદને કારણે રમત લગભગ ત્રણ કલાક મોડી શરૂ થવાની હોવાથી ટીમ ઇન્ડિયાના અને બાંગ્લાદેશના ખેલાડીઓ હોટલ પાછા જવા રવાના થઈ ગયા હતા.
આ પણ વાંચો : IND vs BAN 2nd Test: બાંગ્લાદેશના કેપ્ટનની વિકેટ લેતા જ અશ્વિને કુંબલે અને મેકગ્રાને પાછળ છોડ્યા
Very grim looking atm #INDvsBAN #weathermanDK#crickettwitter pic.twitter.com/3VKeBviF7X
— DK (@DineshKarthik) September 28, 2024
શુક્રવારના પ્રથમ દિવસે વરસાદના વિઘ્નો વચ્ચે થયેલી રમતમાં બાંગ્લાદેશે ત્રણ વિકેટ 107 રન બનાવ્યા હતા. બે વિકેટ પેસ બોલર આકાશદીપે અને એક વિકેટ અશ્વિને લીધી હતી.
આજે વરસાદને લીધે બાકીના સેશનમાં પણ વિઘ્નો આવવાની પાકી શક્યતા છે.
બન્ને ટીમના ખેલાડીઓ સવારે નિયત સમયે સ્ટેડિયમ પર પહોંચી ગયા હતા, પરંતુ એક તરફ ગ્રાઉન્ડ પર કવર્સ ઢંકાયેલા હતા અને બીજી બાજુ ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં રમત શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા. જોકે તેમને કહેવામાં આવ્યું હતું કે બીજા દિવસની રમત લગભગ ત્રણ કલાક મોડી શરૂ થશે.
વેધશાળાની આગાહી મુજબ આજે દિવસના બાકીના ભાગમાં વરસાદ પડવાની 80 ટકા અને ઠંડા પવનની 50 ટકા સંભાવના છે.