મનોરંજન

12th Fail: વિક્રાંત મેસીની આગામી ફિલ્મ 12મી ફેલનું ટ્રેલર થયું રિલીઝ

સ્ટુડન્ટ લાઇફ પર 3 ઇડિયટ્સ જેવી બ્લોક બસ્ટર ફિલ્મો આપનારા વિધુ વિનોદ ચોપરા હવે વિક્રાંત મેસી સાથે 12TH FAIL નામની ફિલ્મ લઇને આવી રહ્યા છે. 27 ઓક્ટોબરે આ ફિલ્મ રિલીઝ થશે. ફિલ્મના નિર્માતાઓ દ્વારા આજે જ સોશિયલ મીડિયા પર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું.

આ ફિલ્મ દિલ્હીના મુખર્જી નગરમાં રહેતા UPSC ઉમેદવારોના સંઘર્ષની કથા ધરાવે છે. ટ્રેલરની શરુઆતમાં વિક્રાંત મેસીને ચંબલના એક ગામથી UPSCની તૈયારી કરવા દિલ્હીના મુખર્જી નગર આવતો બતાવવામાં આવ્યો છે. અહીં આવીને તે કઇરીતે સંઘર્ષમાંથી પસાર થઇને બહાર આવે છે. પરિવારના ટેકા વગર કેવીરીતે તે સર્વાઇવ કરે છે તે આ ફિલ્મમાં જોવા મળશે, વિક્રાંતનો પરિવાર પણ આર્થિક સંકડામણ સાથે સંઘર્ષ કરી રહ્યો છે અને તેનો પરિવાર તેને ટેકો આપી શકતો નથી. અભ્યાસ ચાલુ રાખવા માટે તેણે શૌચાલયની સફાઈથી લઈને ઘણી નાની-મોટી નોકરીઓ કરવી પડે છે.


આ ફિલ્મનું નિર્માણ ઝી સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું છે. 12વી ફેલ ફિલ્મની સ્ટોરી વાસ્તવિક જીવન પર આધારિત છે. જેનું શૂટિંગ પણ વાસ્તવિક સ્ટુડન્ટ્સ સાથે રિયલ લોકેશન પર કરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button