મુંબઈ ફરી આતંકવાદીઓની રડાર પર! આતંકવાદી હુમલાના એલર્ટ બાદ પોલીસ એલર્ટ પર
મુંબઈમાં ફરી એકવાર આતંકી હુમલાનું એલર્ટ જારી થયું છે. એવા સમાચાર મળ્યા છે કે આતંકવાદીઓ ફરી એક વાર મુંબઈને હચમચાવી નાખવાનું કાવતરું ઘડી રહ્યા છે. આતંકવાદી ખતરાના એલર્ટને ધ્યાનમાં રાખીને આર્થિક રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા કડી કરી દેવામાં આવી છે. સંભવિત આતંકવાદી હુમલાના ઈનપુટ ગુપ્તચર એજન્સી અને સુરક્ષા એજન્સીઓ સાથે પણ શેર કરવામાં આવ્યા છે. પોલીસે અનેક સ્થળોએ પહેરો વધારી દીધો છે. અનેક જગ્યાએ પોલીસ દળો તેનાત કરવામાં આવ્યા છે.
શહેરમાં ખૂણે ખૂણે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. શહેરના ધાર્મિક સ્થળો અને ખાસ કરીને ભીડવાળા સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. પોલીસને ધાર્મિક સ્થળો અને ભીડવાળા સ્થળો પર મોકડ્રીલ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. શહેરના તમામ પોલીસ અધિકારીઓને તેમના ઝોનમાં સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવા કહેવામાં આવ્યું છે.
શહેરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શુક્રવારે પોલીસે ક્રાફડ માર્કેટ વિસ્તારમાં મોકડ્રીલ પણ કરી હતી. ક્રાફડ માર્કેટનો વિસ્તાર ભારે ભીડવાળો હોય છે અને અહીં ધાર્મિક સ્થળો પણ આવેલા છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મોકડ્રિલ કરવામાં આવી હતી.
પોલીસે શહેરના તમામ મંદિરોને એલર્ટ રહેવા માટે અને સાવચેતીના પગલાં તરીકે કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે હિલચાલની પોલીસને જાણ કરવા માટે જણાવ્યું છે. હાલમાં તહેવારોની સિઝન સિઝન શરૂ થવા જઈ રહી છે.
નવરાત્રી આવવાની છે ત્યાર પછી દુર્ગા પૂજા આવશે ત્યાર પછી કરવા ચોથ અને દિવાળીનો તહેવાર આવશે અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. તહેવારોની સિઝનમાં દરેક વ્યક્તિ બહાર ખરીદી માટે અને મિત્રો સંબંધીઓની મુલાકાત માટે નીકળી પડતી હોય છે. આવા સમયે આતંકવાદીઓને હુમલો કરવા માટે તક મળી જાય છે તેથી પોલીસ અત્યારથી જ સાવધાન થઈ ગઈ છે.