આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat માં આજે 14 જિલ્લામાં વરસાદની આગાહી, જૂનાગઢમાં 13 ડેમ ઓવરફલો

અમદાવાદ : ગુજરાતમા (Gujarat)ચોમાસાના વિદાય સમયે ફરી એક વાર વરસાદની શરૂઆત થઈ છે. જેમાં છેલ્લા બે દિવસમાં અનેક જિલ્લાઓમાં વરસાદ બાદ આજે પણ રાજ્યના 14 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતનાં નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, નર્મદામાં વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રનાં ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની સંભાવના છે. જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ અને ખેડામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નર્મદાના સાગબારામાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો છે.

જામનગર જિલ્લામાં પાંચ નદીઓના જળસ્તરમાં વધારો

રાજ્યમાં વરસાદને કારણે રાજ્યની વિવિધ નદીઓમાં જળસ્તરમાં વધારો થયો છે. જામનગર જિલ્લાની પાંચ નદીઓ જળસ્તર વધ્યું છે. જેમાં ઉંડ-1, ઉંડ-2, ફુલઝર, ઉમિયાસાગર અને આજી-4 નદીઓનો સમાવેશ થાય છે.

જૂનાગઢ જિલ્લાના 13 ડેમ ઓવરફ્લો

જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. સાંજે 2 કલાકમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. અનરાધાર વરસાદથી ગિરનારની સીડીઓ પર પાણી ફરી વળ્યા છે. સમગ્ર ભવનાથ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે દામોદર કુંડમાં પર ઓવરફલો થયો છે. જૂનાગઢ જિલ્લામાં આવેલા ધોધમાર વરસાદના કારણે જિલ્લાના 13 ડેમ ઓવરફ્લો થયા છે.જેથી નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button