કુલગામ : જમ્મુ અને કાશ્મીરમાં(Jammu Kashmir) 1 ઓક્ટોબર ના રોજ યોજાનાર ત્રીજા તબક્કાના મતદાન પૂર્વે આજે સવારે કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ છે. આ અથડામણ આડીગામ દેવસર વિસ્તારમાં શરૂ થઇ છે. હાલ પોલીસ અને સુરક્ષા દળો એલર્ટ મોડ પર છે.
સુરક્ષાદળો દ્વારા હજુ ઓપરેશન ચાલુ
કુલગામના દક્ષિણમાં કાશ્મીરના દેવસર વિસ્તારમાં અથડામણ શરૂ થઇ છે. ગુપ્ત માહિતીના આધારે ઓપરેશનમાં સંયુક્ત દળોએ અડીગામ ગામને ઘેરી લીધું હતું. જ્યારે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેની બાદ બંને તરફથી ગોળીબાર થયો હતો. એવું માનવામાં આવે છે કે ગામમાં બે આતંકવાદીઓ છુપાયેલા છે. સુરક્ષાદળો દ્વારા હજુ ઓપરેશન ચાલુ છે.
આ અંગે કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ બે થી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે.