મરણ નોંધ

હિન્દુ મરણ

ગોહિલવાડ દશાશ્રી માળી વણિક
મહુવા નિવાસી હાલ ઘાટકોપર સ્વ.મંગલાબેન રતિલાલ મેહતાના સુપુત્ર તથા ગઢડા નિવાસી સ્વ.જેકુરબેન મનસુખલાલ ડેલીવાડાના જમાઈ. સ્વ. રમણીકલાલ મહેતા (ઉં. વ. ૮૦) તા.૨૬-૦૯-૨૪ ગુરૂવારના અરિહંતશરણ પામેલ છે. રંજનબેનના પતિ. મોના અમિત મેહુલના પિતાશ્રી. બિમલ નીતા સેજલના સસરા. ભૂમિ મલય અને પલકના દાદા. પ્રાર્થનાસભા ૧૦ થી ૧૨, પરમ કેશવ બાગ ઘાટકોપર (વેસ્ટ).
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
ડુંગરવાળા હાલ મલાડ સ્વ.જયાબેન હરગોવિંદભાઈ દેસાઈના પુત્ર પ્રકાશભાઈ (ઉં. વ. ૬૯) ૨૬/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સંગીતાબેનના પતિ. કોમલ દિપકકુમાર ખત્રી, ધરમ, ધરાના પિતાશ્રી. સ્વ.મનહરલાલ, સ્વ.મધુબેન વસંતભાઈ કોઠારી, નિરંજનાબેન, ચેતનાબેન રમેશભાઈ સાંઘાણી તથા નયનાબેન દિલીપભાઈ પારેખના ભાઈ. સાસરાપક્ષે સ્વ શારદાબેન સુરેશચંદ્ર ઝવેરીના જમાઈ. પ્રાર્થનાસભા ૨૮/૯/૨૪ના ૫ થી ૭. લોહાણા મહાજનવાડી, બીજા માળે, શંકર મંદિર પાસે, એસ. વી રોડ કાંદિવલી વેસ્ટ.
હાલાઈ લોહાણા
મૂળ હિરણવેલ (વેરાવળ) હાલ નાસિક નિવાસી ભરત કારીયા (ઉં. વ. ૫૯), ગુરુવાર તા. ૨૬ ઓક્ટોબરનાં શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ.ઊર્મિલા, મણીલાલનાં સુપુત્ર. કિરણ, નીતિન, અનિલ, સૌ.પ્રવિણા દેવાણીનાં ભાઈ. પ્રાર્થનાસભા શનિવાર તા.૨૮.૦૯.૨૪નાં ૫ થી ૬. કચ્છી લોહાણા મહાજન વાડી, પંચવટી, નાસિક.
ગોહિલવાડ દશાશ્રી માળી વણિક
મહુવા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. મંગલાબેન રતિલાલ મેહતાના સુપુત્ર તથા ગઢડા નિવાસી સ્વ. જેકુરબેન મનસુખલાલ ડેલીવાડાના જમાઈ સ્વ. રમણીકલાલ મહેતા (ઉં.વ. ૮૦) તા. ૨૬-૯-૨૪ ગુરુવારના રોજ અરિહંતશરણ પામેલ છે. રંજનબેનના પતિ. મોના અમિત મેહુલના પિતાશ્રી. બિમલ નીતા સેજલના સસરા. ભૂમિ મલય અને પલકના દાદા. ઝરણા દેવાંગ અને ઉમંગના નાના. પ્રાર્થના સભા: રવિવાર, તા. ૨૯-૯-૨૪ના સવારે ૧૦ થી ૧૨. પરમ કેશવ બાગ, ઘાટકોપર (વેસ્ટ).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button