ઇન્ટરનેશનલમનોરંજન

ઓસ્કર વિજેતા ‘હેરી પોટર’ ફેમ અભિનેત્રીનું નિધન…

હોલીવુડની જાણીતી અને ઓસ્કર વિજેતા અભિનેત્રીનું આજે 89 વર્ષની ઉંમરે નિધન થયું. હેરી પોટર ફેમ અભિનેત્રી Meggie Smith નું 89 વર્ષની જૈફ વયે અવસાન થવાના અહેવાલથી લોકોને આચંકો લાગ્યો. ‘હેરી પોટર’ ફેમ પ્રોફેસર Minerva McGonagallની ભૂમિકા ભજવી હતી. ડેમ ફિલ્મ ધ પ્રાઈમ મિસ જીન બ્રોડી માટે ઓસ્કર એવોર્ડ પણ મળ્યો હતો, એમ પરિવારના સભ્યએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : આસામમાં મળ્યો રીયલ લાઈફ હેરી પોટર સ્નેક, હિમંતા સરમાએ તસવીરો શેર કરી

દીકરા ક્રિસ લાર્કિન અને ટોબી સ્ટીફન્સના સંયુક્ત નિવેદનમાં જણાવ્યું શુક્રવારે સવારે લંડનની હોસ્પિટલમાં મૈગી સ્મિથે અંતિમ શ્વાસ લીધા. આ અંગે તેમણે જણાવ્યું કે ડેમના પરિવારમાં બે દીકરા અને પાંચ પ્રપૌત્ર, પ્રપૌત્રી છે. ઓનસ્ક્રીન શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરિવારે પોતાની માતાને ગુમાવવાથી પરિવારને આઘાત લાગ્યો છે. તેઓ સદાય લોકોના દિલ પર રાજ કરશે.

કારકિર્દીની શરુઆત તેમણે થિયેટરથી કરી હતી, પરંતુ 1958માં મેલોડ્રામા નોવેયર ટૂ ગોમાં પોતાના સૌથી પહેલા બાફ્ટા (બ્રિટિશ એકેડેમી ફિલ્મ એવોર્ડ)માં નામાંકન મળ્યું હતું. મૈગીને ડાઉનટન એબે માટે જાણીતા બન્યા હતા. એના સિવાય હેરી પોટરમાં પ્રોફેસર મૈકગોનાગલની ભૂમિકા ભજવીને ભારતીય દર્શકોમાં પણ ખાસ ઓળખ બનાવી હતી. તેઓ 70 વર્ષથી વધુ સમય ઈન્ડસ્ટ્રીમાં સક્રિય રહ્યા હતા અને ઓસ્કર એવોર્ડ પણ જીત્યા હતા.

મૈગી સ્મિથને બે ઓસ્કર અને ચાર એમ્મી એવોર્ડસથી નવાજવામાં આવ્યા હતા. એના સિવાય 1965માં ‘લોરેન્સ ઓલિવિયર’ના ઓથેલોમાં ડેસડેમોનાની ભૂમિકા માટે પહેલો એકેડેમી એવોર્ડનું નોમિનેશન મળ્યું હતું. 1969માં ‘ધ પ્રાઈમ ઓફ મિસ જીન બ્રોડી’ માટે તેમને પહેલો ઓસ્કર એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં તેમણે એડિનબર્ગ સ્કૂલની એક વિદ્યાર્થિનીનો રોલ કર્યો હતો.

‘કેલિફોર્નિયા સૂટ’ માટે બીજો ઓસ્કર એવોર્ડ મળ્યો હતો, જેમાં સપોર્ટિંગ અભિનેત્રીનો અભિયન કર્યો હતો. વાઈલ્ડના ધ ઈમ્પોર્ટન્સ ઓફ બીઈંગ અર્નેસ્ટ ઓન ધ વેસ્ટ એન્ડ સ્ટેજમાં લેડી બ્રેકનલ બનીને લોકોનું દિલ જીતી લીધું હતું. એના સિવાય એડવર્ડ એલ્બી નાટક થ્રી ટોલ વુમેન અને 2001માં બ્લેક કોમેડી ફિલ્મ ગોસ્ફોર્ડ પાર્કમાં તેમના અભિનયથી લોકોને વિશેષ પસંદ પડ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button