નેશનલ

માતૃભૂમિના એમ. વી. શ્રેયમ્સ કુમાર ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીના પ્રમુખ બન્યા

નવી દિલ્હી: માતૃભૂમિના એમવી શ્રેયમ્સ કુમાર શુક્રવારે અખબારો, સામયિકો અને સામયિકોના પ્રકાશકોની સર્વોચ્ચ સંસ્થા ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. કુમાર હાલના પ્રમુખ રાકેશ શર્મા (આજ સમાજ)નું સ્થાન લેશે. સોસાયટીની 85મી વાર્ષિક સાધારણ સભા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાઈ હતી.

સન્માર્ગના વિવેક ગુપ્તા ડેપ્યુટી પ્રેસિડેન્ટ, લોકમતના કરણ રાજેન્દ્ર દર્ડા અને અમર ઉજાલાના તન્મય મહેશ્ર્વરીને સોસાયટીના માનદ્ ખજાનચી તરીકે ચૂંટાયા હતા. મેરી પોલ સોસાયટીના સેક્રેટરી જનરલ છે.
41 સભ્યોની એક્ઝિક્યુટિવ કમિટીમાં ડેઈલી થંદીના એસ. બાલાસુબ્રમણ્યમ આદિત્યન, દૈનિક ભાસ્કર, ભોપાલના ગિરીશ અગ્રવાલ, પ્રગતિવાદીના સમાહિત બાલ, હિન્દુસ્તાન ટાઈમ્સ, પટનાના સમુદ્રા ભટ્ટાચાર્ય, બોમ્બે સમાચારના હોરમસજી એન. કામા, ફિલ્મી દુનિયાના ગૌરવ ચોપ્રા, પંજાબ કેસરી, જલંધરના વિજય કુમાર ચોપ્રા, લોકમત, નાગપુરના ડૉ. વિજય જવાહરલાલ દડાર્, ચરધીકલાના જગજિત સિંહ દાર્ડી, ધ ઈન્ડિયન એક્સપ્રેસ, મુંબઈના વિવેક ગોયન્કા, દૈનિક જાગરણના મહેન્દ્ર મોહન ગુપ્તા, ડાટાક્વેસ્ટના પ્રદીપ ગુપ્તા, દૈનિક જાગરણ, વારાણસીના સંજય ગુપ્તા, મિડ-ડેના શૈલેષ ગુપ્તા, બિઝનેસ સ્ટાન્ડર્ડના શિવેન્દ્ર ગુપ્તા, પુઢારીના યોગેશ પી. જાધવ, અજિતના સર્વિન્દર કૌર, દિનામલારના ડૉ. આર. લક્ષ્મીપથી, દૈનિક હિન્દુસ્તાન, અમરાવતીના વિલાસ એ. મરાઠે, વનીતાના એચ. મેથ્યુ, ગૃહશોભિકા, મરાઠીના અનંત નાથ, બાલાભૂમિના પી. વી. નિધિશ, સકાળના પ્રતાપ જી. પવાર, ધ સેન્ટિનલના રાહુલ રાજખેવા, દિનાકરનના આર. એમ. આર. રમેશ, ધ ટેલિગ્રાફના અતિદેબ સરકાર, નવભારત ટાઈમ્સના પાર્થા પી. સિંહા, ધ હિન્દુસ્તાન ટાઈમ્સના પ્રવીણ સોમેશ્ર્વર, તરુણ ભારત,

બેલગામના કિરણ ડી. ઠાકુર, મંગલમ પ્લસના બીજુ વરગીસ, ઈનાડુના આઈ. વેન્કટ, વ્યાપાર-જન્મભૂમિના કુંદન આર. વ્યાસ, ડેક્કન હેરાલ્ડ એન્ડ પ્રજાવાણીના કે. એન. તિલક કુમાર, ધ સ્ટેટ્સમેનના રવીન્દ્ર કુમાર, વેસ્ટર્ન ટાઈમ્સના કિરણ બી. વડોદરિયા, રાષ્ટ્રદૂત સાપ્તાહિકના સોમેશ શર્મા, મલાયલા, મનોરમાના જયંત મામ્મેન મેથ્યુ, હેલ્થ એન્ડ ધ એન્ટિસેપ્ટિકના એલ. આદીમૂલમ, ઈકોનોમિક ટાઈમ્સના મોહિત જૈન, સાક્ષીના કે. આર. પી. રેડ્ડી અને આજ સમાજના રાકેશ શર્માનો સમાવેશ થાય છે.

રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ અને વિધાનસભ્ય એમ. વી. શ્રેયમ્સ કુમાર ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશનના વાઈસ ચેરમેન અને માતૃભૂમિ પ્રિન્ટિંગ એન્ડ પબ્લિશિંગ કંપની લિ.ના મેનેજિંગ ડિરેક્ટર અને માતૃભૂમિ દૈનિક તેમ જ 11 (અગિયાર) સામયિકોના પ્રકાશક છે. તેઓ ઈન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી (આઈએનએસ)ના ડેપ્યુટી પ્રેસિડેન્ટ હતા. અત્યારે શ્રેયમ્સ કુમાર પીટીઆઈ (પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પર છે. તેઓ કેરળ ટેલિવિઝન ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ છે. તેઓ ઈન્ટરનેશનલ એડવર્ટાઈઝિંગ એસોસિયેશન (ઈન્ડિયા ચેપ્ટર)ના મેનેજમેન્ટ કમિટી મેમ્બર છે. બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા શ્રેયમ્સ કુમારના નેતૃત્વ હેઠળ ‘માતૃભૂમિ’ની 14માંથી નવ એડિશન ચાલુ કરવામાં આવી હતી. તેઓ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને લેખક સ્વ. એમ. પી. વીરેન્દ્ર કુમારના પુત્ર છે. મીડિયા અને એન્ટરટેનમેન્ટ ઉદ્યોગમાં તેમના અમુલ્ય યોગદાનને ધ્યાનમાં રાખીને તેમને ઈન્ટરનેશનલ પબ્લિશર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમને ગેમ ચેન્જર્સ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ-2021 આપવામાં આવ્યો હતો. તેઓ યાત્રા પારાયથે નામના ટ્રાવેલોગના લેખક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button