આપણું ગુજરાત

અંબાલાલની (આગાહી)આંધીમાં ઉડશે તણખલા, મંડપના કપડાં, હોર્ડીંગ્સ અને બીજું શું.. . શું… ?

નવરાત્રના પહેલા નોરતે વરસાદની એક નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને આ સિસ્ટમ પહેલે નોરતે જ ગુજરાતમાં એવો ખેલ કરશે કે, ચીનીયા ચોળી,કેડિયા અને કુર્તા લગભગ ત્રણ દિવસ નહીં સુકાય. આવું અમે નથી કહેતા. પણ વાતાવરણમાં વહેતી હવાની પણ નાડ પારખી જનારા અંબાલાલ પટેલ કહે છે તેમ શરદ પૂનમની રાતડીએ તો વા-વંટોળ આવવાનો છે.

એટલે આ નવરાત્રીમાં તમે કેટલા દિવસ ગરબા મેદાન પર રમી શકો છે તેની ગણતરી રાખજો . અને જો, તમે વેલ-પ્લાનિંગ કરી જ લીધું હોય તો અત્યારે, આ વરસાદમાં તમારા પ્લાનને કાગળની હોડી બનાવી ને તરાવી નાખજો. કારણકે, તમારું પ્લાનિંગ હવે તમારા નહીં, હવામાનના હાથમાં છે.

રાજ્યમાં 125 ટકા કરતા વધુ વરસાદ થઈ ચૂક્યો હોવા છ્તા એક પછી એક સિસ્ટમ સક્રિય થવાના કારણે નવરાત્રીના મોટાભાગના દિવસોમાં વરસાદ પડી શકે છે અથવા તો વરસાદ પડ્યા બાદ જો મેદાનો પર પાણી ભરાયા હોય તો તેનો તત્કાળ નિકલા પણ બહુ મોટી સમસ્યા બનશે પરિણામે 9 દિવ્સ્માથી કેટલા દિવસ ગરબા પ્રેમીઓ ગરબા રમી શકશે તે મોટો સવાલ છે.

આપણ વાંચો: વાદળો રૂપી ઘોડા પર સવાર થઈને અંબાલાલ પટેલે કહ્યું, આ ત્રણ દિવસ ભારે !

નવરાત્રિના 6 દિવસ પહેલા જ આવેલા વરસાદના આ રાઉન્ડથી ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. કરોડોનો ખર્ચ, મસમોટા આયોજનો અને લાખોના ખર્ચે તૈયારીઓ, ફૂડ સ્ટોલ્સ,સિક્યુરિટી લાઇટિંગ,સાઉન્ડ સિસ્ટમ સહિતના થયેલા ખર્ચાઓ/આયોજન પર અત્યારે આ વરસાદ વચ્ચે પણ ‘ગોરંભો’ છ્વાયો છે.

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. ક્યાંક ભારે પવનને કારણે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઇ છે, તો ક્યાંક ધોધમાર વરસાદથી રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે.સૌરાસ્ટ્ર જૂનાગઢ, જેતપુર, અમરેલી, ભાવનગર, ઉપરાંત દક્ષિણ ગુજરાતનાં શહેરોમાં હજુ 48 કલાક ભારે વરસાદની આગાહી છે.

હવામાને પણ રેડ અને ઓરેન્જ અલર્ટ જારી કર્યા છે. એવામાં રાજકોટમાં વિરાણી હાઇસ્કૂલના ગરબા આયોજનમાં હોર્ડીંગ ઊડ્યાં હોવાના સમાચારે આયોજકોની ચિંતા વધારી દીધી છે.રાજકોટની ઘટનામાં જો કે કોઈ જાનહાનિ નથી થઈ.પણ ચિંતાનું મોટું કારણ જરૂર બન્યું છે.

હવામાન વિભાગના નિર્દેશક દાસના વરસાદી અનુમાનને જોઈએ તો ‘ગુજરાત રાજ્યની આસપાસ હાલમાં બે વરસાદની સિસ્ટમ સક્રિય છે. જેમાં એક મોનસુન ટ્રફ જે દક્ષિણ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે. તથા અન્ય એક સિસ્ટમ કે જે દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે સક્રિય છે. તેને કારણે આગામી 48 કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…