નેશનલ

રિલાયન્સને પાલઘરમાંથી જરુર પડી 880 એકર જમીનની, જાણો શું કરશે?

પાલઘર: પ્રસ્તાવતિ વાઢવણ બંદર નજીક માહીમ તથા ટોકરાળે ખાતેની મહેસૂલ વિભાગના કબજા હેઠળની ૮૮૦ એકરની જમીનને ‘પાસ થ્રુ’ પદ્ધતિથી મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમઆઇડીસી)એ સંપાદન કરવામાં આવી હતી. આ જમીન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ લિમિટે (આરઆઈએલ)ને વસ્ત્રોદ્યોગ પ્રકલ્પ માટે આપવામાં આવે એવી અરજી એમઆઇડીસીએ પાલઘર જિલ્લાધિકારી પાસે કરી હતી. આ જમીન સંપાદન બાદ રાજ્ય સરકાર અને એમઆઇડીસીને કેટલું વળતર મળશે એ અંગે હજી જાહેર કરાયું નથી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ) કંપનીના પ્રસ્તાવિત વસ્ત્રોદ્યોગ પ્રકલ્પ માટે નાયબ મુખ્ય પ્રધાન કાર્યાલયના પ્રધાન સચિવના અધ્યક્ષતા હેઠળ છઠ્ઠી સપ્ટેમ્બર તથા ૧૧મી સપ્ટેમ્બરના રોજ બેઠક યોજાઇ હતી જેમાં જમીન સંપાદન માટેનો પ્રસ્તાવ જિલ્લાધિકારી પાસે રજૂ કરવાનો નિર્દેશ કરાયો હતો.

આરઆઇએલ દ્વારા ૧૬મી અને ૨૧મી સપ્ટેમ્બરના રોજ પત્ર દ્વારા પાલઘર તાલુકાના માહિમ ગામની ૨૨૬.૫૫.૪૦ હેક્ટર-આર તથા ટોકરાળે ખેતાની ૧૨૫.૫૫ હેક્ટર-આર એમ કુલ ૮૮૦ એકરની જમીન ‘પાસ થ્રુ’ પદ્ધતિથી ફાળવવાની એમઆઇડીસીને અરજી કરાઇ હતી.

રિલાયન્સ તરફથી અહીં પેટ્રોકેમિકલ પ્રકલ્પ ઊભો કરવામાં આવશે, જેમાં શુદ્ધ ટેરેફ્થેલિક ઍસિડ (૩.૨ મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ) તથા પૉલિસ્ટર કૉમ્પ્લેક્સ (૦.૯ મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ) પ્રકલ્પનો સમાવેશ થાય છે.
ચાર નવા રસ્તા બનાવાશે

૮૮૦ એકર જમીન પરના આ પ્રકલ્પ માટે ૩૦ મીટર પહોળો માહિમ ખાડી પરનો કેળવા રોડ સુધી (એક કિમી) તથા માહિમ ગામની વાયવ્ય દિશામાં (૧.૫ કિમી) એમ બે રસ્તા, જ્યારે ૨૦ મીટર પહોળો કેળવા રોડ (૧.૫ કિમી) તથા ચિંતુપાડા (૨.૫ કિમી) એમ બે રસ્તા બનાવવાની માગણી પણ રિલાયન્સ દ્વારા એમઆઇડીસી પાસે કરવામાં આવી છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button