આમચી મુંબઈમહારાષ્ટ્ર

JVLR Bridge ટ્રાફિક જામનું Hot Spot બન્યું: આયોજનના અભાવે વાહનચાલકો પરેશાન…

મુંબઈ: ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પરનો જેવીએલઆર ફ્લાયઓવર વિસ્તાર હવે ટ્રાફિક જામની સમસ્યાથી મુંબઈગરાઓની પરેશાનીમાં ઔર વધારો થયો છે. થાણે તરફના માર્ગ પર વારંવાર ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે, સાથે તેના સર્વિસ રોડ પર વાહનોની લાઈનમાં પણ વધારો થવાથી લોકોની સમસ્યામાં વધારો થયો છે. ખાસ કરીને રાતના આઠ વાગ્યાથી 9 વચ્ચેના એક કલાકમાં આ સમસ્યા વધી જાય છે.

આ પણ વાંચો : ભારે વરસાદમાં આરે પાસેનો MMRCL-નિર્મિત આરે ફોરેસ્ટ સબવે બંધ, લોકોને પારાવાર હાલાકી

પુલની નીચે જ્યાંથી જેવીએલઆર ફ્લાયઓવર શરૂ થાય છે, ડાબી બાજુનો રસ્તો ગાંધીનગર પવઈ થઈને જોગેશ્વરી તરફ જાય છે. જ્યારે થાણે તરફ જતા વાહનો ફ્લાયઓવરનો ઉપયોગ કરે છે અને આગળ ઐરોલી બ્રિજ દ્વારા નવી મુંબઈ પહોંચવું સરળ બને છે. વિક્રોલી ઇસ્ટર્ન એક્સપ્રેસ વે દ્વારા પશ્ચિમી ઉપનગરો સુધી પહોંચવા માટે ફ્લાયઓવરની નીચે ડાબી બાજુથી જઈ શકાય છે. આથી આ હાઇ-વે પર સાંજના સમયે ભારે ટ્રાફિક રહે છે.

જેવીએલઆર ફ્લાયઓવરની નીચેથી પસાર થતા વાહનોને ઓછામાં ઓછા એક કિલોમીટર સુધી ભારે ટ્રાફિકનો સામનો કરવો પડે છે. આ રોડ મુંબઈ મહાનગરપાલિકાના અધિકારક્ષેત્રમાં હોવા છતાં ટ્રાફિક પ્લાનિંગની જવાબદારી ટ્રાફિક પોલીસની છે તેમ છતાં ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ યોગ્ય આયોજન કરવામાં આવતું નથી.

આ પણ વાંચો : Monsoon 2024 : મહારાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો અન્ય રાજ્યોના હાલ

અગાઉ અઠવાડિયામાં બેથી ત્રણ વખત અહીં મોટી સમસ્યા સર્જાતી હતી. જો કે તાજેતરના સમયમાં આ દર વધી રહ્યો છે. ગત વર્ષે મેન્ટેનન્સના કામ માટે ફ્લાયઓવર આઠ દિવસ બંધ રહ્યો હતો. ત્યારે આ હાઈવે પર ભારે ટ્રાફિક જામ થતો હતો.
બ્રિજની નીચે વાહન અટવાઈ જાય કે વાહનચાલક મૂંઝવણમાં હોય કે બ્રિજ ઉપરથી જવું કે નીચેથી, તો તેની પાછળના વાહનોને અડચણ ઊભી થાય છે. તેમાં પણ ડાબી દિશામાં જવા માટે રસ્તો પહોળો ન હોવાથી વાહનોનો ધસારો રહે છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…