મનોરંજન

આનંદ જ જેમના દેવ હતા તે એવરગ્રીન ફેશન આઈકોન દેવ આનંદનું આ છે લાઈફ લેશન

હિન્દી ફિલ્મજગતમાં કોઈના નામની આગળ એવરગ્રીન લાગે એટલે વધુ વિચાર કરવાની જરૂર રહેતી નથી. ફિલ્મજગતને ભલે 100થી ઉપર વર્ષ થયા, પણ એવરગ્રીનનો ખિતાબ તો માત્ર દેવ આનંદને જ મળ્યો છે. જાણે દેવસાહેબે આની પેટન્ટ કરાવી હોય.

ગઈકાલે 26 સપ્ટેમ્બર, 1923માં જન્મેલા દેવ આનંદની ફિલ્મો ને લવલાઈફ વિશે તમે જાણો જ છો, પણ તેમના જીવનની ફિલોસોફી પણ તેમના જેવી અનેરી હતી. તેમણે Romancing with Life નામની ઓટો બાયોગ્રાફી લખી છે અને તેમાંથી જે નિષ્કર્ષ ટપકે છે તે એ છે કે દેવ આનંદ માટે આનંદ જ દેવ હતો અને તેમણે નિજાનંદ સાથે ક્યારેય કોમ્પ્રોમાઈઝ કર્યું નથી.

હંમેશાં રોમાન્ટિક રહેલા દેવ આનંદના જાણીતા અને અજાણ્યા જેટલા અફેર છે, તેટલી જ વાર તેમનું દિલ પણ તૂટ્યું છે, પણ દેવાનંદ પ્રેમમાં પડવાને બદલે ઊભા થયા છે.

આપણ વાંચો: સદાબહાર સ્ટાઇલકિંગ દેવ આનંદ ભુલ જાવ પુરાની બાતેં..

તેમણે પોતે જ લખ્યું છે કે મુંબઈમાં ટ્રેનમાં ટ્રાવેલ કરતી વખતે એક છોકરી ગમી ગઈ, છોકરીએ ના પાડી પણ મારો પ્રેમ મેં એન્જોય કર્યો. આ જ રીતે પહેલીવાર જ્યારે એક મહિલા સાથે જાતીય સંબંધો બાંધ્યા ત્યારે પછી ખબર પડી કે તે પરિણિત છે, દિલ તૂટ્યુ પણ રોમાન્સ તો અકબંધ જ રહ્યો.

દેવાનંદનો પહેલો અને સિરિયસ પ્રેમ અભિનેત્રી અને ગાયિકા સુરૈયા સાથેનો હતો. બન્ને એકબીજાાન થઈ જ ચૂક્યા હતા, પરંતુ સુરૈયાના નાનીને મુસ્લિમ છોકરી હિન્દુ છોકરા સાથે પરણે તે મંજૂર ન હતું અને અંતે સુરૈયાએ દેવાંનદનો સાથ છોડી દીધો.

આ બધુ અફસર ફિલ્મના શૂટિંગ દરમિયાન થયું. દેવ આનંદે લખ્યું છે કે મારું જીવન વિખેરાઈ ગયું ને હું ભાંગી પડ્યો. અફસર ફિલ્મ રિલિઝ થઈ. જોકે ત્યારબાદ દેવે બાઝી ફિલ્મ સાઈન કરી અને ફિલ્મની હીરોઈન મોના સિંઘાના પ્રેમમાં પડ્યા.

મોનાને આપણે કલ્પના કાર્તિકના નામથી ઓળખીએ છીએ. કલ્પના ક્રિશ્ચન હતી. આથી દેવે તેની સાથે છાનામાના લગ્ન તો કર્યા પણ જગજાહેર ન થવા દીધું. જોકે કહેવાઈ છે કે દેવ આનંદનો રંગીલો સ્વભાવ લગ્નમાં વિલન બન્યો ને બન્ને છુટ્ટા પડ્યા ને કલ્પના ફિલ્મી દુનિયાથી દૂર ચાલી ગઈ.

આપણ વાંચો: દેવ આનંદ: ‘જોખમી’ પાત્ર ભજવવાની હિંમત

ત્યારબાદ દેવના ઘણી હીરોઈન સાથેના સંબંધો બહાર આવ્યા, પણ હરે ક્રિષ્ણા હરે રામની હીરોઈન ઝિન્નત અમાન પર ફરી દેવ ફીદા થયા. ઝિન્નતે આ પ્રેમને વન સાઈડેડ કહ્યો છે, પણ દેવના કહેવા અનુસાર રાજ કપૂર સાથેની તેની નિકટતાએ ફરી દેવસાહેબનું દિલ તોડ્યું.

સંબંધોમાં કમિટેડ રહેવું જોઈએ, પણ દેવ જ્યારે પણ આવા સિરિયસ પ્રેમમાં પડ્યા ત્યારે સફળ ન થયા. આ બધા વચ્ચે તેમણે પોતાની કરિયર અને જીવન મસ્ત જીવ્યું. જ કર્યુ તે ખુલ્લેઆમ કહ્યું પણ.

તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીને ચેલેન્જ કરવાથી માંડી ઈન્ડિયન સિનેમામાં વેસ્ટર્ન મ્યુઝિક અને કલ્ચર લાવવાનું કામ તેમણે કર્યું, જે તે સમયે વખાણાયું ઓછું અને વખાડાયું વધારે. પણ સર્જકની સર્જનશીલતા આવી અડચણોથી ગભરાતી નથી.

તમને તેમના જીવનની ફિલોસોફી ગમે કે ન ગમે, તેમની ફિલ્મો ગમે કે ન ગમે, પણ આ એવરગ્રીન સ્ટાર જીવનનો આનંદ લઈને ગયો ને લૂંટાવીને ગયો તે તો માનવું જ પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button