MMR ના રહેવાસીઓ માટે રાહતના સમાચારઃ ૯ પ્રોજેક્ટ માટે લોનનો માર્ગ મોકળો…
મુંબઈ: મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્ય સરકાર રાજ્યના લોકોને હવે છેલ્લે લ્હાણી કરવાના મૂડમાં છે, જેમાં મોટી મોટી સહાયલક્ષી યોજના કર્યા પછી મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)ના મહત્ત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટને નાણાકીય ભંડોળની ફાળવણીનો માર્ગ મોકળો કર્યો છે.
આ પણ વાંચો : ‘Dharavi Redevelopment’ની યોજના બે લાખ લોકોને ધ્યાનમાં રાખી બનાવીઃ ફડણવીસ
મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)ની ટ્રાફિકની સમસ્યાને દૂર કરવાના માર્ગમાં આવતી આર્થિક અડચણોને પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (પીએફસી)એ દૂર કરી દીધી છે. મુંબઈ, થાણે અને કલ્યાણના નવ પ્રોજેક્ટ માટે લૉન આપવા માટે પીએફસીએ મંજૂરી આપી દીધી છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ પ્રસ્તાવિત નવ પ્રોજેક્ટને પીએફસી ૩૧,૬૭૩.૭૯ કરોડ રૂપિયાની લૉન આપશે.
એમએમઆરડીએ અને પીએફસી વચ્ચે કરાર
એમએમઆરડીએ અને પીએફસી વચ્ચે થયેલા કરાર અનુસાર આ પ્રકલ્પોનો ૮૦ ટકા ખર્ચ પીએફસી ઉપલબ્ધ કરાવશે, જ્યારે વીસ ટકા રકમની વ્યવસ્થા રાજ્ય સરકાર અને એમએમઆરડીએએ કરવાની રહેશે. લૉનના અંદાજે અડધા નાણાં થાણે-બોરીવલી ટ્વિન ટનલ પાછળ ખર્ચ કરવામાં આવશે. એમએમઆરડીએના કહેવા પ્રમાણે ૩૧.૬૭૩.૭૯ કરોડ રૂપિયામાંથી ૧૫,૦૭૧ કરોડ રૂપિયા આ ટ્વિન ટનલ પાછળ ખર્ચવામાં આવશે અને બાકીના ૧૧૬,૬૦૨.૭૯ કરોડ રૂપિયા અન્ય પ્રકલ્પો પર ખર્ચ કરવામાં આવશે.
કયા છે ૯ પ્રોજેક્ટ્સ?
1 થાણે-બોરીવલી ટ્વિન ટનલ
*૧૧.૮૫ કિમી લાંબી
*૧૬,૬૦૦.૪૦ કરોડનો ખર્ચ
*૩-૩ લેનની બે ટનલ
*૫૩૦ કરોડ રૂપિયાના ઉપકરણો લાગશે
*૩૦૦ મીટર પર ક્રોલ પેસેજ
2 થાણે કોસ્ટલ રોડ
*વાલકુંભ-ગાયમુખ વચ્ચે બનશે
*૧૩.૪૫ કિમી લાંબો
*૮.૧૧ કિમી માર્ગ એલિવેટેડ
*૫.૨૨ કિમી માર્ગ જમીન પર
*૧૨૦ મીટર બ્રિજ કલવા ખાડી પર
*૪૦ મીટર પહોળો
*૩-૩ લેન
*૨,૭૨૭ કરોડ રૂપિયાનો ખર્ચ
3 ફ્રી-વેનો વિસ્તાર
*છેડાનગરથી થાણે સુધી એલિવેટેડ રોડ
*૧૨.૯૫૫ કિમી લાંબો
*૪૦ મીટર પહોળો
*૩-૩ લેન
*૨,૬૮૨ કરોડ રૂપિયાનો ખર્ચ
4 નેશનલ હાઇવે-૪થી કટાઇ નાકા એલિવેટેડ રોડ
*૬.૭૧ કિમી લાંબો
*૩૦થી ૪૫ મીટર પહોળો
*૧,૯૮૧.૧૭ કરોડ રૂપિયાનો ખર્ચ
5 કોલશેત-કાલ્હેર ખાડી બ્રિજ
*૧.૬૪ કિમી લાંબો
*૨૮૮.૧૮ કરોડ રૂપિયાનો ખર્ચ
6 કાસારવડવલી (થાણે)
-ખારગાવ બ્રિજ (ભિવંડી)
*૩.૯૩ કિમી લાંબો
*૪૦ મીટર પહોળો
*૩-૩ લેન
*૧,૫૨૫.૩૧ કરોડ રૂપિયાનો ખર્ચ
7 મુરબાડ-બદલાપુર એલિવેટેડ રોડ
*૨.૨૬ કિમી લાંબો
*૪૫૧.૧૦ કરોડ રૂપિયાનો ખર્ચ
8 ગાયમુખ-પાયગાંવ બ્રિજ
*૬.૫૦૯ કિમી
*૯૭૫.૫૮ કરોડ રૂપિયાનો ખર્ચ
9 આનંદનગરથી સાકેત એલિવેટેડ રોડ
*૮.૨૪ કિમી લાંબો
*૪૦ મીટર પહોળો
*૧,૮૪૭.૭૨ કરોડ રૂપિયાનો ખર્ચ