આમચી મુંબઈમનોરંજનમહારાષ્ટ્ર

સૈફ અલી ખાને રાહુલ ગાંધીના કર્યા વખાણ, કહ્યું “તે બહાદુર નેતા અને તેણે જે કર્યું…

મુંબઈ: બૉલીવુડ અભિનેતા સૈફ અલી ખાનની (Saif Ali Khan) એક્શન થ્રિલર ફિલ્મ ‘દેવરા પાર્ટ 1’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને સાથે જ સૈફ અલી ખાન ચર્ચામાં છે. જો કે હાલ સૈફ તેની ફિલ્મને કારણે નહીં પરંતુ તેના એક નિવેદનને કારણે હેડલાઇન્સમાં છે. હકીકતે તેણે હાલમાં જ લોકસભા વિરોધપક્ષના નેતા અને સાંસદ રાહુલ ગાંધીના (Rahul Gandhi) વખાણ કર્યા છે. તેણે રાહુલ ગાંધી વિશે જે કહ્યું તે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

આ પણ વાંચો : Prime Minister જેટલો પગાર છે Jeh, Taimurની નેની Lalita Dsilvaનો? કહ્યું મારો હક્ક છે એ…

ઈન્ડિયા ટુડે મુંબઈ કોન્ક્લેવ 2024માં સૈફ અલી ખાનને પૂછવામાં આવ્યું કે તેને કેવા રાજકીય નેતા પસંદ છે? આ પ્રશ્નનો જવાબ આપતા સૈફે કહ્યું, “મને બહાદુર અને પ્રામાણિક રાજકારણીઓ ગમે છે.” આ પછી સૈફને પૂછવામાં આવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધીમાંથી ક્યા રાજનેતા તેમને બહાદુર અને ઈમાનદાર લાગે છે? આ સવાલનો જવાબ આપતા સૈફે કહ્યું, “મને લાગે છે કે આ ત્રણેય રાજનેતા બહાદુર છે, પરંતુ રાહુલ ગાંધીએ જે કર્યું છે તે કમાલ છે. એક સમય હતો જ્યારે લોકો તેમની વાતને હળવાશથી લેતા હતા. જો કે, તેમણે આ ધારણાને ખૂબ જ મજાથી બદલી નાખી છે.

આ પણ વાંચો : Saif Ali Khanએ હું તને રોજ રાતે… Kareena Kapoorએ ખુદ કર્યો ખુલાસો…

હાલ રાહુલ ગાંધીના ફેન્સ સૈફ અલી ખાનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે એમેઝોન પ્રાઇમ વિડિયો પર એક વેબ સિરીઝ ‘તાંડવ’ રિલીઝ કરવામાં આવી હતી, આ સિરીઝમાં સૈફે વડાપ્રધાનના ઉત્તરાધિકારીની ભૂમિકામાં જોવા મળ્યા હતા. જ્યારે આ સિરીઝ રિલીઝ થઈ ત્યારે ઘણા લોકોએ આ પાત્રની તુલના રાહુલ ગાંધી સાથે કરી હતી.

જુઓ વાયરલ થઈ રહેલો વિડીયો:

https://twitter.com/i/status/1839361619991855531


Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button