વડોદરાને ડૂબાડનારા અગોરા મોલના ગેરકાયદે દબાણો પર ચલાવાયું બુલડોઝર
વડોદરા: આ વર્ષે વડોદરા પૂરના પ્રકોપથી ભારે પ્રભાવિત થયું હતું, ત્યારે વિશ્વામિત્રી નદી પર થયેલા દબાણોના લીધે નદીના પાણી શહેરમાં ઘૂસ્યા હોવાનો આરોપ થયો હતો. જો કે હવે વડોદરામાં પૂરની આફત નોંતરનારા નદી પરનાં દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.
કોર્પોરેશને વિશ્વામિત્રીના કિનારે આવેલા અગોરા મોલના ક્લબ હાઉસ પરના દબાણો તોડવાની કામગીરી શરૂ કરી છે. કોર્પોરેશનની દબાણ શાખા 6 જેસીબી, અધિકારીઓ અને પોલીસ સહિત 25 કર્મચારીઓના કાફલા સાથે કાર્યવાહી કરી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરામાં વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા અગોરા મોલના ક્લબ હાઉસ પરના દબાણો તોડવાની કામગીરી કોર્પોરેશને શરૂ કરી છે. આજે વારે વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા 6 જેસીબી, અધિકારીઓ અને પોલીસ સહિત 25 કર્મચારીઓના કાફલા સાથે કાર્યવાહી કરી રહી છે.
આપણ વાંચો: Vadodara ની વિશ્વામિત્રી નદીના રિડેવલપમેન્ટ માટે 1200 કરોડના પેકેજની મંજૂરી
સાથે જ આ કામગીરી દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને તેની આગમચેતી રૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આજે સવારે દબાણ શાખાની ટીમ પોલીસ કાફલાને સાથે રાખીને અગોરા મોલ પર પહોંચી હતી અને વિશ્વામિત્રી નદીના કિનારે અગોરા મોલ દ્વારા ગેરકાયદેસર રીતે બનાવેલ ક્લબ હાઉસને તોડી પાડવાનું શરૂ કર્યું હતું. અંદાજે ત્રણ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં બનવાયેલા 3 માળના ક્લબ હાઉસના ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ગયા મહિને વડોદરામાં આવેલાં વિશ્વામિત્રી નદીમાં પૂરના લીધે હોનારત સર્જાય હતી. નદીમાં આવેલા પૂરના લીધે શહેરના અનેક ભાગોમાં પાણીનો ભરાવો થયો હતો.
આ પુર પાછળ નદીના કિનારે ખડકી દેવાયેલા દબાણોને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતાં. આથી કોર્પોરેશને ડ્રોન તેમજ ફિઝિકલી સરવે હાથ કર્યો હતો અને આ દરમિયાન 25 જેટલાં દબાણો સામે આવ્યાં હતાં