સ્પોર્ટસ

ભારત-બાંગ્લાદેશ મૅચમાં વરસાદને લીધે રમત વહેલી સમેટાઈ, શનિવારે પણ વરસાદની આગાહી…

કાનપુર: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટમાં અહીં પ્રથમ દિવસે ટીમ ઇન્ડિયાનો હાથ સહેજ ઉપર રહ્યો હતો, પરંતુ ધાર્યા પ્રમાણે મેઘરાજા વિઘ્નકર્તા બન્યા હતા. વરસાદને લીધે રમત એક કલાક મોડી શરૂ થઈ હતી અને લગભગ દોઢ કલાક વહેલી સમેટી લેવામાં આવી હતી. રમતના અંતે બાંગ્લાદેશનો સ્કોર ત્રણ વિકેટે 107 રન હતો. શનિવારના બીજા દિવસે પણ કાનપુરમાં વરસાદ પડવાની આગાહી છે.

આ પણ વાંચો : અંધેરીના ગુજરાતી ખેલાડી પ્રકાશ રાઠોડની કૅપ્ટન્સીમાં ભારતીય ટીમનો વર્લ્ડ ઇન્ડોર ક્રિકેટમાં પડકાર

પ્રથમ ટેસ્ટમાં 0 અને 13 રનના સ્કોર સાથે સદંતર ફ્લૉપ જનાર મોમિનુલ હક ભારતીય બોલર્સને લડત આપીને 40 રને રમી રહ્યો હતો, જ્યારે મુશફીકુર રહીમ છ રને દાવમાં હતો. ત્રણમાંથી પહેલી બે વિકેટ પેસ બોલર આકાશ દીપે અને એક વિકેટ રવિચન્દ્રન અશ્ર્વિને લીધી હતી.

ભારતે પ્રથમ ટેસ્ટ 280 રનથી જીતીને સિરીઝમાં 1-0થી સરસાઈ લીધી હતી અને એ જ મૅચની ટીમ જાળવી રાખી હતી. ત્રીજા સ્પિનર તરીકે અક્ષર પટેલને રમવાનો મોકો અપાશે અથવા કુલદીપ યાદવને હોમ-ગ્રાઉન્ડ પર રમવાની તક મળશે એવી ધારણા હતી, પરંતુ ટીમમાં કોઈ જ ફેરફાર નહોતો કરાયો. જોકે બાંગ્લાદેશે તાસ્કિન અહમદ અને નાહિદ રાણાના સ્થાને ખાલેદ અહમદ તથા તૈજુલ ઇસ્લામને ઇલેવનમાં સમાવ્યા હતા.

સવારે લગભગ 10.30થી બપોરે 3.00 વાગ્યા સુધીની રમતમાં નબળા પ્રકાશને લીધે પણ રમત ખોરવાઈ હતી. લંચના બ્રેક બાદ આઉટફીલ્ડ ભીનું હોવાને કારણે પણ રમતમાં વિઘ્ન આવ્યું હતું.

એ પહેલાં, ટૉસ મોડો થયો હતો. રોહિત શર્માએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. આકાશ દીપ પહેલાં નવમી ઓવરમાં અને પછી 13મી ઓવરમાં ત્રાટક્યો હતો. તેણે ઓપનર ઝાકિર હસન (0)ને સ્લિપમાં યશસ્વી જયસ્વાલના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. યશસ્વી કૅચ પકડવા ગયો ત્યારે બૉલ જમીનને અડી ગયો હતો એવી શંકા બદલ ટીવી અમ્પાયરની મદદ લેવામાં આવી હતી અને તેઓ એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે યશસ્વીએ કૅચ પકડ્યો એ પહેલાં બૉલ બાઉન્સ નહોતો થયો. ઝાકિર 24 બૉલમાં એકેય રન નહોતો બનાવી શક્યો.

બીજા ઓપનર શદમાન ઇસ્લામ (24 રન)ને આકાશ દીપે એલબીડબ્લ્યૂ કર્યો હતો. મોમિનુલ અને કૅપ્ટન નજમુલ શૅન્ટો (31 રન) વચ્ચે ત્રીજી વિકેટ માટે 51 રનની ભાગીદારી થઈ હતી અને 29મી ઓવરમાં અશ્ર્વિને શૅન્ટોને લેગ બિફોર વિકેટની અપીલમાં પૅવિલિયન ભેગો કરીને એ પાર્ટનરશિપ તોડી હતી.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…