ઈન્ટરવલ

ફન વર્લ્ડ

`મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે 6:00 સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
GAUGE ટગર ટગર જોવું
GAOL આનંદી
GAY હરણ
GAZE નિશ્ચિત માપ

GAZELLE કેદખાનું

ઓળખાણ પડી?
નાનકડા 32 ટાપુઓથી ઘેરાયેલું આ રમણીય સ્થળ ફૂકેટ કયા દેશમાં સ્થિત છે એ જણાવો. દેશનો આ સૌથી મોટો ટાપુ કદમાં સિંગાપોર કરતા સહેજ જ નાનો છે.

અ) મલેશિયા બ) જાપાન ક) થાઈલેન્ડ ડ) ફિલિપાઈન્સ

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
એને ઘણા દાંત છે, પણ એ ચાવતો જરાય નથી,
બટકું ભરતો નથી, પણ એ સજાવટ કરી જાણે છે.

અ) કાંસકો બ) કાતર ક) ખમણી ડ) મગર

માતૃભાષાની મહેક

ઘર એટલે હવા, પાણી, ટાઢ, તડકો અને દુશ્મનથી બચાવ થાય એવું રહેવાનું ઠેકાણું. વાસસ્થાન, મકાન, ગૃહ કે ખોલ તરીકેય ઓળખાય છે. અગાઉના વખતમાં કહેવત હતી કે ઘર દીકરી ને ખેતર દીકરો મતલબ કે ઘરની શોભા વગેરેમાં દીકરીના કરિયાવરની પેઠે માત્ર ખર્ચ જ થાય છે, જ્યારે ખેતર ઉત્પન્ન આપે છે એટલે કે દીકરાની પેઠે કમાણી કરે છે. એ પરથી ઘરને દીકરી અને ખેતરને દીકરાની ઉપમા આપવામાં આવી હતી.

ગુજરાત મોરી મોરી રે
ચોમાસાના ચાર મહિનાના ચારણી છંદમાં ખૂટતો
શબ્દ ઉમેરો.
અષાઢ ઉચ્ચાર, મેઘ મલ્હારમ્, બની બહારમ્, જલધારમ્‌‍
દાદુર ડક્કારમ્, ———- પુકારમ્, તડિતા તારમ્, વિસ્તારમ્્.

અ) સાગર બ) દામિની ક) સાવજ ડ) મયુર

ઈર્શાદ
અણગમતું આયખું લઈ લ્યો ને નાથ!
મને મનગમતી એક સાંજ આપો…

— જગદીશ જોષી

માઈન્ડ ગેમ
(12 X 14 X 25) – ( 5 X 9 X 16) = કેટલા થાય એ ધ્યાનપૂર્વક ગણીને જણાવો.

અ) 3300 બ) 3480 ક) 3590 ડ) 3750

ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
OPIUM અફીણ
OPINE અભિપ્રાય આપવો
OPPONENT પ્રતિસ્પર્ધી
OPPOSE વિરોધ કરવો

OPPRESS દમન કરવું

ગુજરાત મોરી મોરી રે

ખડ

ઓળખાણ પડી?

ફ્લોરિડા

માઈન્ડ ગેમ

3750

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો

દેડકો

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
1). મુલરાજ કપૂર 2). કિશોરકુમાર જીવણદાસ વેદ 3). સુભાષ મોમાયા 4). રસિક જુઠાની ટોરન્ટો કેનેડા 5). નીતા દેસાઈ 6). શ્રદ્ધા આશર 7). હર્ષા મેહતા 8). ભારતી બૂચ 9). ખુશરૂ કાપડીયા 10). નિખિલ બંગાળી 11). અમિષિ બંગાળી 12). પુષ્પા પટેલ 13). તાહેર ઔરંગાબાદવાલા 14). શીરીન ઔરંગાબાદવાલા 15). વિભા મહેશ્વરી 16). અબ્દુલ્લાહ એફ મુનીમ 17). મહેન્દ્ર લોઢાવીયા 18) મીનળ કાપડીયા 19). જયોતી ખાંડવાલા 20). મનીષા શેઠ 21). ફાલ્ગુની શેઠ 22). મહેશ દોશી 23). ભાવના કર્વે 24). સુરેખા દેસાઈ 25). રજનીકાંત પટવા 26). સુનીતા દેસાઈ 27). નંદ કિશોર સંજાણવાલા 28) દેવેન્દ્ર સંપટ 29). વીણા સંપટ 30). ક્લ્પના આશર 31). પ્રવીણ વોરા 32). અંજુ ટોલીયા 33). નયના ગિરીશ મિસ્ત્રી 34). હિના દલાલ 35). ઈનાક્ષી દલાલ 36) જ્યોત્સના ગાંધી 37). દિલીપ પરીખ 38). શિલ્પા શ્રોફ 39). નિતીન જે. બજરીયા 40). ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી 41). નયના ગિરીશ મિસ્ત્રી 42). અરવિંદ કામદાર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button