ભારે વરસાદમાં આરે પાસેનો MMRCL-નિર્મિત આરે ફોરેસ્ટ સબવે બંધ, લોકોને પારાવાર હાલાકી
બુધવારે રાત્રે મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે, મેટ્રો 3 કાર ડેપોની બાજુમાં આવેલી આરે મિલ્ક કોલોનીમાંથી પસાર થતો સબવે પાણીથી ભરાઈ ગયો હતો. નાગરિકોએ તેને ‘રિયલ એક્વા લાઇન’ કહીને મજાક ઉડાવી હતી, સબ-વે ઉભરાવાને કારણે એમએમઆરસીએલ દ્વારા આરે ખાતે મેટ્રો કારશેડના નિર્માણ અંગે વધુ શંકા ઊભી થઇ છે.
બુધવારે રાત્રે મુંબઇમાં અત્યંત ભારે વરસાદ અને વાવાઝોડું ત્રાટક્યું હતું, જેના કારણે તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયું હતું અને ટ્રેન સેવાઓ, વાહનવ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. મુંબઇમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. એમાંથી મેટ્રો-3 આરે કોલોનીમાંથી પસાર થાય છે. ટૂંક સમયમાં ઉદ્ઘાટન થનારી મેટ્રો 3 જે આરેમાંથી પસાર થાય છે તેને એક્વા લાઇન કહેવામાં આવે છે. પિકનિક પોઈન્ટ પર MMRCL દ્વારા મરોલ રોડ પરનો સબવે એક્વા લાઈન મેટ્રો-3 ની નીચે બનાવવામાં આવ્યો છે જેથી વાહનચાલકો મેટ્રો લાઈનની બીજી બાજુએ પહોંચી શકે. આ અંડરપાસ 2022માં બનાવવામાં આવ્યો હતો. બુધવારના ભારે વરસાદમાં આ અંડર પાસ પાણીથી ભરાઇ ગયો હતો.
સાવચેતી વાપરીને સત્તાવાળાઓ દ્વારા સબવે બંધ કરી દેવામાં આવ્યો હતો, જેથી રાહદારીઓ અટવાઈ ગયા હતા. ભરાઇ ગયેલા અંડર પાસને કારણે લોકોએ MMRCLના આરેમાં મેટ્રો કારશેડના નિર્માણ પર સવાલ કર્યા હતા.
એક નેટીઝને લખ્યું હતું કે MMRCL એ એક્વા લાઇન તરીકે ઓળખાતા તેમના શબ્દો પર ખરા ઉતર્યા છે.
વળી એક નેટિઝને જણાવ્યું હતું કે, “તેઓએ એક્વા આપવાનું વચન આપ્યું હતું, અને તેઓએ વચન પાળ્યું છે. ભારે ચોમાસુ ધરાવતા મુંબઇ જેવા શહેરમાં આવી ટનલ કેવી રીતે ડિઝાઇન કરી શકાય છે.”
એક નેટિઝને જણાવ્યું હતું કે “મહારાષ્ટ્રના નેતાઓએ સમજવું જોઈએ કે તેઓ કેવા ખોટા એન્જિનિયરો, કંપનીઓને પણ કોન્ટ્રાક્ટ આપી રહ્યા છે- તેઓ દરેક ઋતુઓમાં લોકોને તકલીફ ના પડે એવી ડિઝાઇન કરતા જ નથી.”
Also Read –