52 વર્ષની ટીવી એક્ટ્રેસે કરાવ્યું એવું ફોટોશૂટ કે… યુઝર્સે કહ્યું કોણ કહેશે કે આ…
ટીવીથી લઈને ક્રિકેટના મેદાન સુધી પોતાના હુસ્નનો જાદુ ચલાવનાર 50 વર્ષની એક્ટ્રેસે પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી સોશિયલ મીડિયાનો પારો વધારી દીધો છે આવો જોઈએ કોણ છે આ એક્ટ્રેસ અને શું ખાસ છે આ લેટેસ્ટ ફોટોશૂટમાં…
અમે જે એક્ટ્રેસની વાત કરી રહ્યા છીએ એ બીજું કોઈ નહીં પણ મંદિરા બેદી (Mandira Bedi). મંદિરાએ હાલમાં જ સ્ટનિંગ ફોટોશૂટ કરાવ્યું છે. ટીવીથી લઈને ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો જાદુ ચલાવનાર અને ક્રિકેટના મેદાન પર પણ પોતાની દમદાર એન્કરિંગથી લોકોને દિવાના બનાવનાર મંદિરા આજે ભલે મોટા પડદાથી દૂર હોય પણ તેમ છતાં એક મજબૂત મહિલાની જેમ અડીખમ ઊભી છે.
1994થી દુરદર્શન પર આવતી ટીવી સિરીયલ શાંતિથી મંદિરાએ ઘર-ઘરમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી અને આજે તેની ગણતરી ઈન્ડસ્ટ્રીના સફળ સિતારાઓમાં કરવામાં આવે છે. હાલમાં જ મંદિરાએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે અને આ ફોટોશૂટમાં તે હંમેશની જેમ જ એકદમ બોલ્ડ, બ્યુટીફૂલ અને ગ્લેમરસ લાગી રહી છે.
52 વર્ષીય એક્ટ્રેસ આ ફોટોશૂટમાં એક્ટ્રેસ પોતાની ઉંમરને મ્હાત આપી રહી છે અને કાતિલાના અદાઓથી ફેન્સને ઘાયલ કરી રહી છે. સોશિયલ મીડિયા પર મંદિરાના આ ફોટો જોઈને ફેન્સના હોંશ ઉડી ગયા છે. યુઝર્સ તેના આ ફોટોના વખાણ કરતાં નથી થાકી રહ્યા. કેટલાક યુઝર્સ તો એવું પણ કહી રહ્યા છે કે આજની મંદિરા 30 વર્ષ પહેલાંની શાંતિવાળી મંદિરા પર ભારે પડી રહી છે.
એક્ટ્રેસે ફોટોશૂટના આઠ ફોટો શેર કર્યા છે અને કહેવાની જરૂર જ નથી કે દરેક તસવીરમાં તેનો અંદાજ એકદમ લાજવાબ દેખાઈ રહ્યો છે. યુઝર્સ કયા ફોટોમાં તેમની આ ફેવરેટ સ્ટાર વધારે સુંદર લાગી રહી છે એ પણ કમેન્ટ કરીને જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે મંદિરાએ એક્ટિંગ અને ક્રિકેટ કમેન્ટેટર તરીકે તો પોતાનું કરિયર બનાવ્યું જ છે, પણ એની સાથે સાથે જ તેણે ફેશન ડિઝાઈનિંગનો કોર્સ પણ કર્યો છે અને તેણે ફેશન ડિઝાઈનર તરીકે કામ કર્યું છે.
Also Read –